________________
[ ૧૨ ]
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૪
[અરિહંત ]
પાઠક મિત્ર! પ્રારંભમાં આપણામાંના કેટલાક એમ માનતા હતા કે ૩૨ અક્ષર, ૯ પદ, ૪ ચરણ અને ૧
કરૂપ લેગસ્સસૂત્રની પ્રથમ ગાથામાં એવું તે શું ભર્યું છે કે તે માટે ખાસ પ્રકરણ લખવું પડે ! પરંતુ પ્રમાણમાં ઠીક ઠીક લાંબા એવા ત્રણ પ્રકરણે તે માટે ટૂંકા પડ્યાં છે અને ચોથું પ્રકરણ લખાઈ રહ્યું છે. કદાચ આ ચોથું પ્રકરણ પણ તે માટે ટૂંકું પડે, કારણ કે હજી દંતે, ઉત્તરૂ, રવી, વિ અને દેવી
એ પાંચ પદે અંગે વિચારણા કરવાની છે અને એ વિચા-રણ ટૂંકી તે નહિ જ હોય. પરંતુ એક પ્રકરણ વધારે લખાય કે ઓછું લખાય, એ બહુ મહત્વની વસ્તુ નથી. આપણે જે વિષય હાથ ધર્યો છે, તેને પૂરતે ન્યાય મળે અને તેમાંથી આપણને જોઈને તત્વપ્રકાશ મળે, એ જ