________________
૧૬૪
લેગર્સ મહા સૂત્ર (૧૯) ભગવંતની આગળ આકાશમાં ત્રણ છત્રનું ચાલવું. ભગવંત બેસે ત્યારે તેમની ઉપરના ભાગમાં અશોકવૃક્ષ નીચે એગ્ય સ્થાને ગોઠવાઈ જવું.
(૨૦) ભગવંતની આગળ આકાશમાં રત્ન ધ્વજનું ચાલવું. સમવસરણ પ્રસંગે ઉચિત સ્થાને ગોઠવાઈ જવું,
(૨૧) ભગવંત ચાલતા હોય ત્યારે તેમની આગળ નવ સુવર્ણકમલેની રચના કરવી, જેના પર પગ મૂકતાં ભગવંત આગળ વધી શકે. આ કમળ અનુક્રમે આગળ ગોઠવાતા જ જાય; એટલે ભગવંતની ગતિ અખલિત રહે.
(૨૨) સમવસરણમાં રત્નમય, સુવર્ણમય અને રીપ્યમય ત્રણ ગઢની રચના કરવી.
(૨૩) ભગવંત સમવસરણમાં પૂર્વાભિમુખ બિરાજે, ત્યારે બાકીની દિશામાં તેમના ત્રણ રૂપ કરવા, જેથી તે ચારે દિશામાં સહુને સન્મુખ દેખાય.
(૨૪) ભગવંતના શરીરથી બાર ગુણ ઊંચાઈવાળા અશેકવૃક્ષની રચના કરવી. વિહાર વખતે તેને આકાશમાં ભગવંતની આગળ ચલાવવું.
(૨૫) ભગવંત ચાલતા હોય, તે માર્ગના કાંટાઓને અધોમુખ કરી દેવા, જેથી તેમને કોઈ કાંટો વાગે નહિ.
(૨૬) ભગવંત ચાલતા હોય, તે માર્ગની બંને બાજુએ રહેલા વૃક્ષની ડાળીઓને નીચે નમાવી. .
(૨૭) આકાશમાં દુંદુભિનાદ કરે.