________________
પ્રથમ ગાથને અર્થપ્રકાશ-૩
(૨૮) ભગવંત વિચરતા હોય ત્યાં પવનનું અનુકૂલપણે વહેવું.
(૨૯) ભગવંત વિચરતા હોય, ત્યારે આકાશમાં પક્ષીઓ વડે પ્રદક્ષિણા આપવી.
(૩૦) ભગવંત વિચરતા હોય, તે ક્ષેત્રમાં ગધદકની વૃષ્ટિ કરવી.
(૩૧) ભગવંત જ્યાં વિદ્યમાન હોય, ત્યાં પચરંગી સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરવી.
(૩૨) ભગવંતના દિક્ષા સમયથી કેશ, રેમ, દાઢી અને નખનું એક સરખું રહેવું, એટલે કે તેમાં વૃદ્ધિ ન થવી.
(૩૩) ઓછામાં ઓછા એક ઝાડ દેવેનું ભગવંતની સમીપે રહેવું.
(૩૪) ભગવંતની હાજરીમાં સર્વઋતુઓ તથા પંચેદ્રિયના વિષયેનું અનુકૂલ થવું.
આ બધી લોકેત્તર વરતુ છે, એટલે તેમાં તર્કને સ્થાન નથી.
હવે આ વિવેચન સમેટીને અર્થપ્રકાશ જાહેર કરી : જિન એટલે રાગ અને દ્વેષરૂપી અંતરંગ શત્રુઓને પૂરેપૂરા જિતી લેનારા તથા ચેત્રીશ અદૂભુત અતિશને ધારણ કરનારા.