________________
* ૧૫૬
લેગસ્સ મહા સૂત્ર - સ્તુતિ કરવામાં આવી છે, ત્યાં પણ ભાવ તે એ જ છે કે જેમણે સાતે ય પ્રકારના ભયેને જિત્યા છે, એવા જિનેને હું નમસ્કાર કરું છું.
જિત્યા વિના નિર્ભય બની શકાતું નથી અને નિર્ભય બન્યા વિના સંચમસાધના કે ગસાધના થઈ શકતી નથી. જે મનુષ્ય ભયમાં જ જીવે છે, તેની શક્તિઓ કુંઠિત થઈ જાય છે, એટલે તે પિતાને વિકાસ સાધી શક્તો નથી. તેને દરેક જગાએ ભય લાગ્યા જ કરે છે, એટલે તે પાઠનાં પગલાં ભરે છે કે સ્થાન છોડી પલાયન થઈ જાય છે.
જ્યાં ભય હોય, ત્યાં સુખ કે આનંદ હોતા નથી. નિર્ભય મનુષ્ય સુખી ને આનંદી હોય છે. તેથી જ મહાપુરુષોએ નિર્ભય થવાને ઉપદેશ આપે છે. મનુષ્ય માત્ર એક જ વસ્તુથી બીવાનું છે અને તે પાપથી. જે પાપથી બીએ છે, તે પાપ કરતો નથી અને જે પાપ કરતા નથી, તે પવિત્ર
જીવન ગાળી શકે છે. પવિત્ર જીવન ગાળનારને તે આલોક - અને પરલોક બંનેમાં સુખ થાય છે.
અહીં એ જાણવું જરૂરનું છે કે ભયની સંજ્ઞા તે પ્રાણમાત્રમાં હોય છે. રીસામણને સ્પર્શ કરતાં તેનાં પાંદડા - બીડાવા લાગે છે. જંતુઓની દોડાદોડ મોટા ભાગે ભયને જ
આભારી હોય છે. પંખીઓ બીએ છે, પશુઓ બીએ છે છે. અને જેને આપણે હિંસક પ્રાણુઓ તરીકે ઓળખીએ છીએ,
તેઓ પણ બીએ છે. સાપ પર પગ પડતાં તે આપણને - દંશ મારી દે છે, એનું કારણ પણ ભયમાંથી રક્ષણ મેળ