________________
૧૬૦
લેગસ મહાસૂત્ર જે આ વસ્તુ અશક્ય કે અસંભવિત લાગતી હોય તે આપણી સમજમાં ખામી છે. મનુષ્યને અનંત શક્તિને. ભંડાર કહ્યો છે, તેને અર્થ એ છે કે તે પોતાની શક્તિઓને ખીલવત રહે તે અશક્ય કે અસંભવિત લાગતાં કાર્યો પણ જરૂર કરી શકે.
અત્યાર સુધીમાં જિન શબ્દની ચાર વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી અને તે તમે બધાયે રસપૂર્વક વાંચી. તેનાથી જિન કેને કહેવાય? અથવા જિન કયારે થવાય ? એ તમે જાણી શકશે, પરંતુ જિને બે પ્રકારના છે. એક સામાન્ય કેવલીરૂપ અને બીજા અહંકેવલીરૂપ. તેમાં અહંન્દુ કેવલીરૂપ જિનને ઓળખવા માટે ખાસ વ્યાખ્યાની જરૂર પડે એમ છે, અન્યથા બે પ્રકારના જિને વચ્ચે ભેદરેખા આંકી શકશે નહીં. લક્ષણનું મુખ્ય પ્રજન જ એ છે કે એક વરતુને બીજી વસ્તુથી જુદી પાડી બતાવવી. તે હવે અમે એ પાંચમી વ્યાખ્યાની રજુઆત કરીએ છીએ.
(૫) જે ચેત્રીશ અતિશયોથી યુક્ત હોય, તે જિના કહેવાય. આ લક્ષણ માત્ર અહંકેવલીરૂપ જિનમાં જ હોય છે, એટલે તેમને સામાન્ય કેવલીરૂ૫ જિનથી જુદા પાડી શકાય છે. ઘણા શાસ્ત્રકારોએ જિન ભગવંતને ચોત્રીશ. અતિશયથી યુક્ત વર્ણવીને તેમની સ્તુતિ-સ્તવના કરેલી છે.
અહીં પ્રથમ વસ્તુ તે એ વિચારવાની છે કે “અતિશય કેને કહેવાય? અતિશય શબ્દથી શું સમજવું?” તેને ઉત્તર શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિની