________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૩
૧૫૯ સામે જોતાં જ થરથરવા લાગે છે ને પિતાનાં સાન–ભાન ભૂલી જાય છે.
(૭) અલેકભય—અપકીતિ થવાને ભય. તે પણ અનેક રીતે આપણી સામે આવી પડે છે અને આપણું હાજા ગગડાવી નાખે છે.
આ સાત પ્રકારના ભયે જિતનારા તે કહેવાય કે જે ગમે તેવા ફેર કે જંગલી માણસેથી ભય પામે નહિ, વાઘ, સિંહ, દીપડા, હાથી વગેરે જનાવરોથી તેમજ સાપ–અજગર વગેરેથી પણ ભય પામે નહિ; ચેર-લૂંટારુઓથી પણ ભય પામે નહિ; કુદરતી આફતોથી કે અન્ય અકસ્માતોથી પણ ભય પામે નહિ; રેગ કે મરણના વિચારથી ભયભીત બને નહિ, તેમજ સત્ય સિદ્ધાંતેનું અનુસરણ કરતાં લેકેને ભય રાખે નહિ; ભગવાન મહાવીરના જીવનમાં આપણને આ ભયજિતપણાનાં સર્વાંગસુંદર દર્શન થાય છે અને તેથી તેમના પ્રત્યે આપણું મસ્તક સહસા નમી પડે છે. તાત્પર્ય કે “સાત પ્રકારના ભયને જિતે તે જિન” એ વ્યાખ્યા ઘણું ગૌરવશાળી છે, તેથી તેના પ્રત્યે દુર્લક્ષ્ય કરવું એગ્ય નથી.
એક પાઠકમિત્ર પ્રશ્ન કરે છે કે ભગવાન મહાવીર તે મહાપુરુષ હતા, પણ આમાંથી આપણે કઈ પણ ભય જિતી શકીએ ખરા ? તેને ઉત્તર એ છે કે “જે આપણે ભગવાન મહાવીરના ચરિત્રને સામે રાખીને ચાલવાને–જીવવાને નિષ્ઠાભર્યો પ્રયત્ન કરીએ, તે આ બધા ભયે જિતી શકીએ. તેમાં અશકય કે અસંભવિત જેવું કશું જ નથી.