________________
૧૦૭
અર્થ પ્રકાશ અંગે કિંચિત બેલીએ તે આપણે બધાં પાપનો નાશ થાય ખરો? પાપનાશનની ક્રિયા આટલી સરલ હોય તે આપણું શાસ્ત્રકાર ભગવંતે તે માટે અનેક જાતની તપશ્ચર્યાઓ અને અનેક જાતનાં અનુષ્કાને શા માટે બતાવે? હું પંચનમસ્કારને પાઠ અનેક વાર બેલી ચૂક્યો છું, પણ તેથી મારાં પાપને નાશ થયે હોય કે થઈ રહ્યો હોય, એવું જણાયું નથી, પછી અત્યંત નાશની તે વાત જ કયાં રહી?”
અમે કહ્યું: “નમસ્કારમંત્રના છઠ્ઠા-સાતમા પદમાં જે કહેવાયું છે, તે બરાબર કહેવાયું છે, પણ તમે એને સામાન્ય અર્થ પકડીને બેસી ગયા છે અને વિશેષ અર્થ સમજવાને પ્રયાસ કર્યો નથી, તેનું આ પરિણામ છે.”
તેમણે પૂછ્યું તેને વિશેષાર્થ શું છે? એટલે અમે. આ પ્રમાણે ઉત્તર આપેઃ “આ પંચનમસ્કારની કિયા શ્રદ્ધા, શુદ્ધિ અને વિધિપૂર્વક નિત્યનિયમિત કરવામાં આવે તે તેનાથી પાપને નાશ થવા માંડે છે અને જ્યારે તે ઉત્કૃષ્ટ ભાવે થાય, ત્યારે પાપને પૂર્ણ નાશ કરનારી બને છે.”
તેમણે કહ્યું: “આ તે બરાબર લાગે છે. પણ આપણા કઈ ધાર્મિક પુસ્તકમાં આવું સ્પષ્ટીકરણ જેવામાં આવ્યું નથી. અમે કહ્યું : “આપણે ત્યાં એ મેટી ખામી છે. ધાર્મિક સૂત્રે પર જે પ્રકારનાં વિવેચને થવાં જોઈએ, તે. થયાં નથી કે બહુ ઓછાં થયાં છે. આપણે પોતે સામાન્ય અર્થોથી ટેવાઈ ગયા છીએ, એટલે આ બધું ચાલ્યા કરે છે.”
એક પાઠક મિત્ર કહે છે કે, “જે પરિસ્થિતિ આવી જ