________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૨
૧૩૩ તેમાં દયાગુણ પર પૂરતા પ્રમાણમાં ભાર અપાયેલ હોય અને કઈ હિંસક વિધાને કરેલાં ન હોય, તે તેને સુધર્મ સમજે, અન્યથા તેની ગણના કુધર્મમાં કરવી.
જૈનધર્મને સુધર્મની ખ્યાતિ મળવાનું કારણ એ છે કે તેનાં શાસ્ત્રો સર્વ મહાપુરુષનાં રચેલાં છે; તેણે વ્રત, નિયમે તથા ચારિત્રઘડતર માટે ઉત્તમ કોટિનાં વિધાને કરેલાં છે; શરીર-મન–આત્માની શુદ્ધિ માટે વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ બતાવી છે અને દયા ગુણ પર ઘણે ભાર મૂકેલે છે, તેમજ કોઈ પણ પ્રકારનાં હિંસક વિધાને કરેલાં નથી. તાત્પર્ય કે જિનેશ્વર દેવે દ્વારા પ્રવર્તન પામતો ધર્મ એ સુધર્મ છે અને તેનાથી સંસારસાગર તરી શકાય છે, તેથી તેને તીર્થની-ભાવતીર્થની સંજ્ઞા આપવામાં આવી છે.
જૈન શાસ્ત્રોમાં ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે કરાઈ છેઃ दुर्गतिप्रसृतान् जन्तून्, यस्माद्धारयते पुनः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥
દુર્ગતિ તરફ જઈ રહેલા જીવોને ધારણ કરીને એટલે કે તેમનો ઉદ્ધાર કરીને શુદ્ધ સ્થાને સ્થાપે છે, તેથી તે ધર્મ કહેવાય છે.”
ધર્મ શબ્દ ઇ-ધારણ કરવું, એ ધાતુ પરથી બનેલે છે, એટલે તે ધારણ કરવાને અર્થે દર્શાવે છે. એ અર્થ ઉપરની વ્યાખ્યામાં બરાબર ઉતારવામાં આવ્યું છે. દુર્ગતિ એટલે દુર્દશા અથવા નરક અને તિર્યંચગતિ. તેના પ્રત્યે