________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૨
૧૪૧ ઉપદેશને સાર એમાં આવી જાય છે. સાધુધર્મ અને શ્રાવકધર્મ એ તેના બે પ્રકાર છે, અથવા શ્રુતધર્મ અને ચારિત્રધર્મ એ તેના બે પ્રકારે છે. જિનાગમોનું–જૈનશાનું પઠન-પાઠન કરવું, એ શ્રુતધર્મ છે અને તેનું આલંબન લઈને સમ્યફચારિત્રનું ઘડતર કરવું, એ ચારિત્રધર્મ છે. નાગરિવાહૈિં મોહ્યો-જ્ઞાન અને કિયાથી મોક્ષ મળે છે, એ સૂત્ર અહીં ચરિતાર્થ થાય છે.
સમ્યગ્ગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યફચારિત્ર એ તેના ત્રણ પ્રકારે છે. તેમાં સમ્યગૂ દર્શનથી દેવ-ગુરુ-ધર્મ પરની શ્રદ્ધા-ભક્તિ સૂચવાયેલ છે, સમ્યગ જ્ઞાનથી શ્રદ્ધાપૂર્વકનો તાત્ત્વિક બેધ સૂચવાયેલું છે અને સમ્યફ ચારિત્રથી શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વકનું સદાચારી પવિત્ર જીવન સૂચવાયેલ છે.
દાન, શીલ, તપ અને ભાવ એ તેના ચાર પ્રકાર છે. હિતબુદ્ધિએ પિતાની વસ્તુ બીજાને આપવી, તે દાન છે. તેના અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન આદિ ભેદ છે. મનુષ્ય બીજાને ઉપયોગી થવાની વૃત્તિ રાખવી જોઈએ, એ તેને સાર છે. શીલ એટલે વ્રત-નિયમનું પાલન. તેમાં સાધુ અને શ્રાવક બંનેના વ્રત–નિયમોને સમાવેશ થાય છે. તપ એટલે ઈચ્છાઓને નિરાધ. ઇચછાઓ આકાશ જેવી અનંત છે, એટલે તેને નિરોધ કર્યા સિવાય મનુષ્ય સંયમનું યથાર્થ પાલન કરી શકતું નથી, બહિરાત્મભાવનું વિસર્જન કરીને અંતરાત્મદશા તરફ વળી શકતું નથી કે બાહ્ય-અત્યં..