________________
[ ૧૧ ]
પ્રથમ ગાથાનેા અર્થ પ્રકાશ-૩ [ જિન ]
પાકમિત્રા ! ચાલો, આપણે જ્ઞાનયાત્રામાં આગક વધીએ અને આપણી સમીપે ઊભેલા લિને પદ્મને વંદન કરી તેના અર્થ પ્રકાશ મેળવવાના પ્રયત્ન કરીએ. અહી. નળે પદ્મને વંદન કરવાનું અમારું સૂચન કડ્ડાચ કેટલાકને વિચિત્ર લાગશે, પણ જેમ જિના વંદનીય છે, તેમ તેમની સ્થાપનાઆકૃતિ-મૂતિ પણ વંદનીય છે અને તેને અર્થ સૂચવતાં પદ્મા પણ વનીય છે, કારણ કે તે આપણા મનમાં જિનના સ'સ્કાર જગાડે છે. જિન યાદ આવે, એટલે જિનનુ સ્વરૂપ યાદ આવે અને જિનનું સ્વરૂપ યાદ આવે, એટલે તેમની ભક્તિ કરવાનું દિલ થાય, તેથી જિનસૂચક પદનુ-નામનુ મહત્ત્વ જરાયે ઓછું આંકવાનું નથી. જૈન શાસ્ત્રાએ સ્પાની પ્રાપ્તિ માટે ચાર નિક્ષેપની જે પદ્ધતિ વિકસાવી છે, તેમાં પહેલું નામ મૂકેલું છે અને સ્થાપના, દ્રવ્ય તથા ભાવને