________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૩
૧૫ કે વડા. જિનચંદ્ર એટલે જિનેમાં ચંદ્ર સમાન અર્થાત્ ઉત્તમ. હવે જિન શબ્દનો અર્થ તીર્થકર કે અહંતુ થતા હેત તે આ કે આવાં કેઈ વિશેષણે-અસ્તિત્વમાં આવ્યાં જ ન હેત, કારણ કે એક તીર્થકરની બીજા તીર્થંકર સાથે સરખામણું કરી, એકને નાના અને બીજાને મેટા કે એકને સામાન્ય અને બીજાને શ્રેષ્ઠ કહેવાની મનાઈ છે. બધા તીર્થકરે શક્તિ અને સામર્થ્યમાં સમાન હોવાથી આ જાતની સરખામણી આશાતનાજનક લેખાય છે. તાત્પર્ય કે જિન શબ્દ જ્ઞાન-ધ્યાન-સિદ્ધ મહાત્માઓના અર્થમાં વપરાતે અને આવા જિનેમાં તીર્થકર–અર્હત્ શ્રેષ્ઠ હોઈ તેમને જિનવર આદિ વિશેષણથી વિભૂષિત કરવામાં આવતા.
અહીં એક પ્રશ્ન ઉઠવા સંભવ છે કે લેગસ્સસૂત્રની પ્રથમ ગાથામાં વળે પદને પ્રવેગ કેમ ? શું અહીં નિળવો એવું પદ મૂકવાનું જરૂરી ન હતું?” તેને ઉત્તર એ છે કે “અહીં ખરી રીતે નિખરે પદ જ મૂકવું જોઈતું હતું, પણ સિલેગે છંદની મર્યાદાને લીધે માત્ર બે અક્ષરવાળું લિને પદ મૂકીને કામ ચલાવ્યું છે. અથવા તે કાલાંતરે જિન શબ્દ તીર્થકર કે અહંતના અર્થમાં રૂઢ થઈ જતાં અહીં પદ મૂકાયું છે. પરંતુ પાંચમી ગાથામાં વિખવા શબ્દના પ્રાગદ્વારા એમ સૂચિત કરવામાં આવ્યું છે કે અહિં જિન શબ્દનો પ્રયોગ જિનવરના અર્થમાં જ સમજવાને છે.”
હવે જિન શબ્દની વ્યાખ્યાઓ જોઈએ, જેથી તેનું એક સુખ-સ્પષ્ટ ચિત્ર આપણું મનમાં અંકિત થશે.