________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૨
૧૩૯ ચાર ઘાતકર્મને ક્ષય થતાં જ તીર્થકર ભગવંતને. વિશિષ્ટ પ્રકારની નામકર્મની પ્રકૃતિને ઉદય થાય છે કે જેને તીર્થકરનામકર્મ કહેવાય છે. તેના લીધે નીચેની ઘટનાઓ બને છેઃ
વાયુકુમાર દેવતાઓ એક જનપ્રમાણ ભૂમિનું પ્રમાર્જન કરે છે, મેઘકુમાર દેવતાઓ તેના પર સુગંધિ જલનું સિંચન કરે છે, તુકુમાર દેવતાઓ ત્યાં પાંચ વર્ણના સુગંધી પુપની વૃષ્ટિ કરે છે, વ્યંતર દેવતાઓ ત્યાં મણિ, રત્ન અને સુવર્ણથી નિમિત એક જનપ્રમાણ પીઠબંધ તૈયાર કરે છે, વૈમાનિક દેવતાઓ તે પીઠ પર રનમય પ્રથમ પ્રકાર એટલે પહેલો ગઢ બનાવે છે, જેને ચાર દ્વાર હોય છે, જેના કાંગરા મણિનાં હોય છે અને ધ્વજા-પતાકા–તેરણાથી સુશેભિત હોય છે. જ્યોતિષી દેવતાઓ સેનાને બીજે પ્રાકાર એટલે બીજે ગઢ બનાવે છે, તેને પણ ચાર દ્વાર હોય છે અને તે રત્નના કાંગરાથી સુશોભિત હોય છે. ભવનપતિ દેવતાએ રૂપાને ત્રીજે પ્રાકાર એટલે ત્રીજે ગઢ બનાવે છે, તેને પણ ચાર દ્વાર હોય છે અને તે સેનાના કાંગરાથી સુશોભિત હોય છે. ભક્તિવંત દેવતાઓ અષ્ટમહાપ્રાતિહાર્યની. રચના કરે છે, જેનું વર્ણન આગળ આવશે. આ પ્રમાણે સમવસરણની ભવ્ય રચના થાય છે.
પછી ભગવંત દેવતાનિર્મિત નવ સુવર્ણ કમલ પર પગ મૂકતાં મૂકતાં ચારેય પ્રકારના દેવતાઓથી પરિવરેલા સમ. વસરણમાં પધારે છે, “નમો નિશ્ચર” કહી તીર્થને પ્રણામ કરે