________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૨
(૮) તે મોટા અર્થવાળી હોય છે. . (૯) પૂર્વાપર વાકય અને અર્થના વિરોધ વિનાની હોય છે.
(૧૦) ઈષ્ટ સિદ્ધાંતના અર્થને કહેનારી હોય છે તથા વકતાની શિષ્ટતા સૂચવનારી હોય છે.
(૧૧) સંદેહરહિત હોય છે. - (૧૨) બીજાનાં દૂષણ રહિત હોય છે.
(૧૩) અંતઃકરણને પ્રસન્ન કરનારી હોય છે.
(૧૪) પદો અને વાની પરસ્પર સાપેક્ષતાવાળી હોય છે.
(૧૫) દેશ અને કાલને અનુસરનારી હોય છે. (૧૬) વસ્તુસ્વરૂપને અનુસરનારી હોય છે.
(૧૭) વિષયાંતરથી રહિત અને અતિવિસ્તારના અભાવ. વાળી હોય છે.
(૧૮) સ્વપ્રશંસા અને અન્યનિંદાથી રહિત હોય છે. (૧૯) પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરનારી હોય છે. (૨૦) મધુર હોય છે. (૨૧) પ્રશંસાને પાત્ર હોય છે. (૨૨) અન્યધર્મને ન ઉઘાડવાના સ્વરૂપવાળી હોય છે. (૨૩) કથન કરવા ગ્ય અર્થની ઉદારતાવાળી હોય છે. (૨૪) ધર્મ અને અર્થથી યુક્ત હોય છે.