________________
૧૪૪
લોગસ્સ મહા સૂત્ર. ઘણું સ્ત્રી-પુરુષેએ ધર્મ પ્રતિબંધ પામી સર્વવિરતિરૂપ ત્યાગધર્મને તથા દેશ વિરતિરૂપ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરતાં ચતુર્વિધશ્રીસંઘની સ્થાપના થઈ હતી અને તેણે ભગવાન મહાવીરના ઉપદેશ તથા સિદ્ધાંતને વ્યવસ્થિત સુંદર પ્રચાર કર્યો હતો. તેમના નિર્વાણ પછી પણ આ ચતુર્વિધશ્રીસંઘે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખતાં જૈન ધર્મ કાલના પ્રવાહમાં આગળ વધવા લાગ્યું હતું અને અનુક્રમે તે આપણા સુધી પહોંચ્યા છે. એટલે ચતુર્વિધશ્રીસંઘના ધર્મતીર્થ પણ અંગે આપણા મનમાં કદી શંકા રાખવા જેવી નથી.
અહીં એ પણ જણાવી દઈએ કે શામાં “ચાતુ ર્વર્ણશ્રમણ સંઘ ” એવો શબ્દપ્રયોગ અનેક સ્થળે આવે છે, તેને અર્થ પણ સમજી લેવું જોઈએ, અન્યથા સંઘનું સ્વરૂપ સમજવામાં ખામી રહી જશે. ચાતુર્વર્ણશ્રમણસંઘને દેખીતે અર્થ તે એટલે જ છે કે ચાર પ્રકારને શ્રમણુસંધ. હવે શ્રમણસંઘ તે શ્રમણ અને શ્રમણ એમ બે પ્રકારને જ છે, તે અહીં શું સમજવું?” તેને ખુલાસો એ છે કે અહીં ચાતુર્વર્ણશ્રમણસંઘને અર્થ ચાતુર્વર્ણ શ્રમણપ્રધાનસંઘ એમ સમજે. તાત્પર્ય કે ભગવાને જે ચતુર્વિધ શ્રીસંઘ સ્થાપ્યું છે, તે પ્રમાણેની સાધુઓની મુખ્યતાવાળે. છે. ચતુર્વિધશ્રીસંઘના ચાર પ્રકારે ગણવા હોય તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ કમને અનુસરે પડે છે.
ચતુર્વિધશ્રીસંઘમાં સાધુઓને આ રીતે મુખ્યતા આપવાનું કારણ એ છે કે આ સંઘ ચલાવવાની જવાબદારી તેમના શિરે છે. આચાર્યો, ઉપાધ્યાયે, પંચાસે, ગણિઓ,