________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૨
૧૪૫ પ્રવર્તક વગેરે તેની વ્યવસ્થાના વિભાગો છે. જ્યાં તંત્ર ચલાવવાની વાત આવે ત્યાં કેઈકને તે મુખ્યતા આપવી. જ પડે. રાજ્યતંત્ર ચલાવવા માટે પ્રથમ રાજા-મહારાજાઓને મુખ્યતા અપાતી, હાલ ચૂંટાયેલા પ્રમુખ કે વડાપ્રધાનને મુખ્યતા આપવામાં આવે છે અને ભવિષ્યમાં જે વ્યવસ્થા અમલમાં હશે, તે અનુસાર કેઈકને તે મુખ્યતા આપવી. જ પડશે. જ્યાં કઈ મુખ્ય ન હોય, મુખી ન હોય, ત્યાં અંધાધુધી અને અરાજક્તા વ્યાપે છે અને નાશની નાબતે. ગડગડે છે.
શાસ્ત્રોમાં કઈક સ્થળે પ્રથમ ગણધરને પણ તીર્થ કહેવામાં આવ્યા છે, કારણ કે શ્રી જિનેશ્વરદેવની શિષ્યપરંપરા તેનાથી શરૂ થાય છે અને તેના વડે ધમને વ્યવસ્થિત પ્રચાર થતાં મનુષ્યોને સંસારસાગર તરવાનું સાધન મળી જાય છે.
આ સમગ્ર વિવેચનને સાર જે ધર્મતીર્થકર શબ્દમાં ઉતારવો હોય તે તેને વિશેષાર્થ નીચે પ્રમાણે કર ઘટે
ધર્મતીર્થકર એટલે સાતિશયા અનુપમ વાણુ વડે સત્ય ધમની અદ્દભુત દેશના દેનારા તથા ધર્મના અનન્ય આલંબન રૂપ ચતુવિધ શ્રી સંઘની સ્થાપના કરનારા.
હવે થોડા પ્રશ્નો અને તેના ઉત્તરે.
પ્રશ્ન –અહંકેવલીઓને લેકનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનારા કહ્યા પછી તેમને ધર્મતીર્થકર કહેવાની જરૂર શી ?
૧૦