________________
૧૩૬
લોગર્સ મહાસૂત્ર
જ્ઞાની એટલે પૂર્ણ જ્ઞાની હાય છે, બીજુ તે યથાખ્યાત ચારિત્રવાળા એટલે ઉત્તમાત્તમ ચારિત્રના હેાય છે અને ત્રીજી તેઓ અદ્ભુત વકતૃત્વશક્તિથી અલંકૃત હોય છે. જે જ્ઞાની ન હોય તે ખીજાને સમજાવી શકતા નથી, જે ચારિત્રવાન ન હોય તેના પ્રભાવ પડતા નથી અને જે અદ્ભુત વકતૃત્વ શક્તિથી યુક્ત ન હોય તે લાખાની મેદનીએનાં દિલ ડાલાવી શકતા નથી. જે મન-વચન-કર્માંથી એકરસ હોય, એટલે કે વિચારે તેવું ખેલતા હાય અને ખેલતા હોય એવુ કરતા હોય, તેને સાંભળવા લોકો પડાપડી કરે છે અને તેમને અંતરનાં ફૂલડે વધાવે છે. તીથંકરાના ઉપદેશ સાંભળવા માટે જબ્બર મેદની જામે છે, તેની ભીતરમાં આવાં જ કારણો રહેલાં છે. તીર્થંકરોની અદૂભુત વકતૃત્વશક્તિના આપણને સ્પષ્ટ ખ્યાલ આવે, તે માટે શાસ્ત્રકારોએ તેમની વાણીના ૩૫ ગુણોનું વણુ ન કરેલુ છે. તે આ પ્રણાણે :
તે
(૧) તે વ્યાકરણના નિયમાથી યુક્ત હોય છે. (ર) ઉચ્ચ સ્વરે ખાલાતી હાય છે.
(૩) અગ્રામ્ય હોય છે.
(૪) મેઘની જેમ ગંભીર સ્વરવાળી હોય છે. (૫) પડઘા પાડનારી હોય છે.
(૬) સરલતાવાળી હોય છે.
(૭) માલકાશ વગેરે રાગોથી યુક્ત હોય છે.
આ સાત અતિશય શખ્સની અપેક્ષાએ સમજવાના છે.
બાકીના બધા અતિશય અથની અપેક્ષાએ સમજવાના છે.