________________
૧૩૨
લોગસ્સ મહામૂત્ર હાડા વડે ટીપીને જોવાની ક્રિયા. આ ચાર કિયાઓ, અજમાવતાં તેનું સાચું છે કે નહિ? એની ખબર પડી જાય છે, તેમ કૃત, શીલ, તપ અને દયાના ધોરણે ધર્મની પરીક્ષા કરવામાં આવે તે તે સુધર્મ છે કે કુધર્મ ? એની ખબર જરૂર પડી જાય છે.
શ્રુતના ધોરણે ધર્મની પરીક્ષા કરવી, એટલે તેનાં શા તપાસી જેવાં. જે તેનાં શાસ્ત્રો પ્રામાણિક, અવિસંવાદી એટલે પરસ્પર વિરોધ વિનાનાં અને જ્ઞાની મહાપુરુષનાં રચેલાં હેય તે એ ધર્મને સુધર્મ–સારે ધર્મ સમજ, અન્યથા તેની ખતવણી કુધર્મ-કુત્સિત ધર્મમાં કરવી.
શીલના ધરણે ધર્મની પરીક્ષા કરવી, એટલે તેમાં વત, નિયમો તથા ચારિત્રઘડતર અંગે કેવાં વિધાન કરેલાં છે, તે જોવું. જે તેમાં વ્રત, નિયમ તથા ચારિત્રઘડતર માટે વ્યવસ્થિત પ્રશસ્ત વિધાને કરેલાં હોય તો તેને સુધર્મ સમજ, નહિ તે તેને કુધર્મની કટિમાં બેસાડે.
તપના ધોરણે ધર્મની પરીક્ષા કરવી, એટલે તેમાં શરીર મન-આત્માની શુદ્ધિ માટે કેઈપણ પ્રકારની તપશ્ચર્યાઓ બતાવી છે કેમ? તે જેવું. જે તેમાં આ પ્રકારની સુવિહિત તપશ્ચર્યાઓ બતાવી હોય, તે તેને સુધર્મ સમજે અને તપશ્ચર્યા પર ખાસ વજન આપ્યું ન હોય કે ખાઈપીને લહેર કરવાની ભલામણ કરી હોય, તો તેને કુધર્મ સમજ.
દયાના ધરણે ધર્મની પરીક્ષા કરવી, એટલે તેમાં દયા ગુણ પર કે અને કેટલો ભાર આપ્યો છે, તે જોવું. જે