________________
૧૩૧
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ -૨
દાન ધર્મતીર્થરાજન ” આ બંનેને વિશેષાર્થ આપણે વિચારવાને છે.
“ધર્મ એ જ તીર્થ” એમ માનવાનું કારણ એ છે કે તેના વડે સંસારસાગર તરી શકાય છે. જેના વડે તરાય, તે તીર્થ.” એ તેની પ્રસિદ્ધ વ્યાખ્યા છે. અહીં કદાચ પ્રશ્ન થશે કે “આ જગતમાં તે અનેક પ્રકારના ધર્મો છે, શું તે બધા સંસારસાગર તરવાનું સાધન બની શકે એવા છે ? તેને ઉત્તર એ છે કે જે સુધર્મ હોય તે સંસારસાગર તરવાનું સાધન બની શકે છે. અહીં કદાચ ફરી પ્રશ્ન થશે કે સુધર્મ કોને સમજવો ?” તેને ઉત્તર એ છે કે “જે ચતુર્વિધ પરીક્ષામાંથી પાર ઉતરે, તેને સુધર્મ સમજે. તે અંગે શાસકારેએ કહ્યું છે કે –
यथा चतुर्भिः कनकं परीक्ष्यते, નિવા-દર-તાપ-તારૈઃ | तथैव धर्मो विदुषा परीक्ष्यते,
श्रतेन शीलेन तपोदयागुणे :॥ જેમ સોનાની પરીક્ષા નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન, એ ચાર પ્રકારે થાય છે, તેમ ધર્મની પરીક્ષા વિદ્વાન વડે શ્રત, શીલ, તપ અને દયા એ ચાર ગુણે વડે થાય છે.”
નિઘર્ષણ એટલે કટીને પત્થર પર કસીને જોવાની ક્રિયા. છેદન એટલે છીણી વડે કાપીને જોવાની કિયા. તાપ એટલે અગ્નિમાં તપાવીને જોવાની ક્રિયા અને તાડન એટલે.