________________
પ્રથમ ગાથાને અર્થ પ્રકાશ-૨
૧૨૯ પ્રશ્ન કેટલાક વિદ્વાનોએ કરેલી પ્રલયની આગાહી ભલે બેટી પડી, પણ આ દુનિયામાં અણુયુદ્ધ ફાટી નીકળે તે તેને પ્રલય થાય કે નહિ?
ઉત્તર –આ દુનિયામાં અણુયુદ્ધને ભય ઝઝુમ્યા કરે છે, પણ અણુયુદ્ધ થવાનું નથી, કારણ કે તે કોઈને ય પરવડે એવું નથી, લાભકારક થાય એવું નથી. છતાં માની લઈએ કે અણુયુદ્ધ થશે તે એ દુનિયાના અમુક ભાગને અમુક રીતે નાશ કરી શકશે, પણ સર્વથા નાશ કરી શકશે નહિ. કદાચ આ દેખાતી દુનિયા નાશ પામશે તે તેમાંથી નવી દુનિયા રચાશે, પણ તેથી લકના મૂલસ્વરૂપમાં કશે. ફેરફાર થશે નહિ.