________________
પ્રથમ ગાથાનેા અર્થ પ્રકાશ-૧
૧૧૯
ઈંડા નથી, મર્યાં! નથી, તે અનંત. આજના વૈજ્ઞાનિકોએ પણ આકાશને અનંત જ માનેલું છે.
(૪) કાલ એટલે સમય( Time ). આ દ્રવ્યને લીધે આપણને વસ્તુની વનાનો ખ્યાલ આવે છે. જેમકે આ વસ્તુ હતી, છે, હશે. કાલ વિના વસ્તુની પ્રાચીનતા-અર્વાંચીનતાના ખ્યાલ આવી શકે નહિ.
(૫) પુદ્દગલ એટલે પૂરણ અને ગલન સ્વભાવવાળુ અણુ અને સ્કંધરૂપ વર્ણાદિ ગુણૈાથી યુક્ત દ્રવ્ય. પૂરણુ એટલે ભેગા થવુ` કે એકબીજાની સાથે જોડાવુ અને ગલન એટલે છૂટા પડવુ. વર્ણાદિ ગુણો એટલે વણુ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ આ પુદ્દગલ દ્રવ્યને વૈજ્ઞાનિકોએ મેટર’ ( Matter )ની સંજ્ઞા આપેલી છે. બધી દશ્ય વસ્તુએ આ પુદ્ગલની જ લીલા છે. ધર્મ અને અધમ દ્રવ્યને આપણે નજરે જોઈ શકતા નથી. આકાશને કોઈ પણ રંગરૂપ નહિ હોવાથી તે પણ દૃષ્ટિના વિષય બની શકતુ ં નથી. તેમાં જે વાદળી રંગ દેખાય છે, તે આપણી દષ્ટિક્રિયાને આભારી છે. સવાર–સાંજ તેમાં નજરે પડતાં વિવિધ રંગા એ તેમાં રહેલી પૌલિક વસ્તુઓનુ એક પ્રકારનું પરિણામ છે. આકાશમાં અનેક પ્રકારના વાયુ, રજ તથા જલના કણો વગેરે હોય છે. કાલ પણ ચક્ષુ વડે જોઈ શકાતા નથી. આત્માનું પણ તેમ જ છે.
(૬) આત્મા—તેનું મુખ્ય લક્ષણ ચેતના કે ચૈતન્ય છે. ઉપયાગ, અનાદિનિધનતા, શરીરપૃથ, કમ ભાકતૃત્વ