________________
૧૨૦
લેગસ મહા સૂત્ર આદિ બીજાં ઘણાં લક્ષણે તેમાં રહેલા છે. બુદ્ધિ, કલ્પના, મૃતિ, જ્ઞાન, વિજ્ઞાન, આનંદ એ બધું આત્માને લીધે જ સંભવે છે. જે આત્મા ન હોય તે આ લક–આ વિશ્વ પાંચ જડ વસ્તુઓને જમેલે જ હોય, અને તેમાં જીવસૃષ્ટિ કે જીવનને લગતે કોઈ પણ પ્રકારને વ્યવહાર ન હોય.
આ છ દ્રવ્યોની સંખ્યામાં કે કદમાં વૃદ્ધિ યા હાનિ થતી નથી. તે છે તેવાજ સ્વરૂપે સદાકાલ રહે છે. અલબત્ત, તેના પર્યાયમાં ફેરફાર થયા કરે છે.
આ છ દ્રવ્ય પૈકી કાલ સિવાયનાં બધાં દ્રવ્યોને “અસ્તિકાય” કહેવામાં આવે છે. અતિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. તાત્પર્ય કે જેમાં પ્રદેશના સમૂહને ખ્યાલ આવી શકે, એટલે કે જેની લંબાઈ-પહોળાઈ—ઊંચાઈ સંબંધી કલ્પના કરી શકાય, તેને અસ્તિકાય સમજવાં. કાલમાં પ્રદેશના સમૂહને ખ્યાલ આવી શક્તિ નથી, એટલે કે તેની લંબાઈ પહોળાઈ—ઊંચાઈ અંગે કઈ કલ્પના થઈ શકતી નથી, એટલે તેને અસ્તિકાયની સંજ્ઞા લાગુ પડતી નથી. પાંચ અસ્તિકાયના સમૂહને “પંચાસ્તિકાય” કહેવામાં આવે છે.
કેટલાક કહે છે કે લોકને પંચાસ્તિકાયાત્મક સમજે, પરંતુ એમ કરતાં કાલદ્રવ્ય બાદ થઈ જાય છે, તેનું શું ? જૈન શાસ્ત્રોમાં તે કાલકને વિચાર થયેલું છે, એટલે લકને પંચાસ્તિકાયાત્મક કહે તેના કરતાં પદ્રવ્યાત્મક કહે એ જ વધારે ગ્ય છે. કેટલાકના મતે કાલ એ દ્રવ્ય ભલે ન હોય, પણ જ્યારે ઉત્તરાધ્યયનસૂત્ર જેવા આગમ