________________
૧૧૮
લેગસ મહા સૂત્ર
છે, તે આવો છબરડો વળત નહિ, પણ એટલા ઊંડા ઉતરવાની કેને પડી છે ?
(૩) આકાશ એટલે અવકાશ અથવા પોલાણ. તેને ગુણ અવગાહન છે, એટલે કે બીજી વસ્તુઓને પિતાની અંદર સ્થાન આપવાનો છે. ધર્મ, અધર્મ, કાલ, પુદ્ગલ અને આત્મા આ બધાં યે દ્રવ્યો આકાશમાં જ રહેલાં છે. અન્ય શબ્દોમાં કહીએ તે સમસ્ત લોક આકાશમાં અવસ્થિત છે. આપણે પણ તેમાં આવી ગયા. જે આપણી આસપાસ આકાશ ન હોય તે આપણે હલન-ચલનાદિ કેઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી શકીએ નહિ. આકાશના અવકાશને–પિલાણનો વધારે સ્પષ્ટ ખ્યાલ ગગનમંડલ તરફ નજર નાખવાથી આવે છે. આકાશને માટે અંગ્રેજી ભાષામાં સ્પેસ (Space ) શબ્દ જાયેલો છે.
આકાશદ્રવ્ય સ્વરૂપથી એક ને સળંગ હોવા છતાં વ્યવહારથી તેના બે ભેદો ગણાય છે. એક કાકાશ, બીજું અલકાકાશ. આકાશના જેટલા ભાગમાં લેક વ્યાપેલે છે, તે લેકાકાશ અને જ્યાં માત્ર આકાશ જ વ્યાપેલું છે, તે અલકાકાશ. તાત્પર્ય કે લેકની બહાર માત્ર આકાશ જ વ્યાપેલું છે અને તેને આપણે અલકાકાશ સમજવાનું છે. લેકને વિસ્તાર અબજો માઈલ હોવા છતાં તેને મર્યાદા છે, જ્યારે અલેકને કઈ મર્યાદા જ નથી, તેથી અકાકાશને અનંત કહેવામાં આવ્યું છે. જેને કેઈ અંત નથી,