________________
૧૧૬
લેગર્સ મહા સૂત્ર વિસ્તાર એ ક્ષેત્રલોક છે; ભૂત, વર્તમાન અને ભવિષ્યને સમુચ્ચય એ કલોક છે અને ગુણો (Ttributes ) તથા પર્યાયે ( Modifications )ને સમસ્ત સમુદાય એ ભાવલેક છે. તેમાં દ્રવ્યલેક અને ક્ષેત્રનું સ્વરૂપ વિશેષ પ્રકારે સમજવા ગ્ય છે, તેથી તે અંગે કેટલુંક વિવેચન કરીએ છીએ.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના અવીમા અધ્યયનમાં કહ્યું
धम्मो अहम्मो आगासं, कालो पुग्गल जंतवो । एस लोगोत्ति पण्णत्तो, जिणेहिं वरदंसिहि ।।
(૧) ધર્મ, (૨) અધર્મ, (૩) આકાશ, (૪) કાલ, (૫) પુદ્ગલ અને (૬) જીવ એટલે આત્મા, એ છ દ્રવ્યના સમૂહને શ્રેષ્ઠદર્શનવાળા જિનેએ લક કહે છે.”
તાત્પર્ય કે ધર્મ એક પ્રકારનું દ્રવ્ય છે, અધર્મ પણ એક પ્રકારનું દ્રવ્ય છે, આકાશ પણ એક પ્રકારનું દ્રવ્ય છે, કાલ પણ એક પ્રકારનું દ્રવ્ય છે, પુદ્ગલ પણ એક પ્રકારનું દ્રવ્ય છે અને જીવ કે આત્મા પણ એક પ્રકારનું દ્રવ્ય છે. આ છ દ્રવ્ય વડે સમસ્ત વિશ્વને વ્યવહાર ચાલે છે, તેને આપણે લેક સમજવાને છે. આ દ્રવ્યને ટૂંકમાં પરિચય કરી લઈએ.
(૧) ધર્મ એટલે પિતાના સ્વભાવથી ગતિ કરી રહેલા પુદ્ગલ અને આત્માને સહાય આપનારું દ્રવ્ય.