________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૧
૧૧૭ માછલીમાં તરવાની શક્તિ રહેલી છે, પરંતુ પાણી વિના તે તરી શકતી નથી. તાત્પર્ય કે તેને તરવા માટે પાણીના માધ્યમ (Mediam)ની જરૂર રહે છે. તે જ રીતે પુદ્ગલ અને આત્મા ગતિ કરવામાં સમર્થ હોવા છતાં તેમને ગતિ કરવા માટે ધર્મરૂપી માધ્યમની જરૂર રહે છે. આજના વિજ્ઞાનિકેની ઈથરની શેધ લગભગ આને મળતી જ છે.
(૨) અધર્મ એટલે સ્વભાવથી સ્થિર થનારા પુદ્ગલ અને આત્માને સહાય કરનારું દ્રવ્ય. સ્થિર થવાની શક્તિવાળા મનુષ્યને સ્થિર થવામાં શય્યા, આસન વગરે સહાયભૂત થાય છે, તે રીતે અધર્મદ્રવ્ય પુદ્ગલ તથા આત્માને સ્થિર થવામાં સહાયભૂત થાય છે.
તાત્પર્ય કે આ લેકમાં ગતિ અને સ્થિતિ બને જેવા માં આવે છે, તેમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય અદશ્યપણે સહાય કરે છે.
કેટલાક જૈનેતર વિદ્વાનો કે જેમણે જૈન ધર્મને ઉપરછલે અભ્યાસ કર્યો છે, તે આ ધર્મ અને અધર્મ શબ્દથી ભારે ગોટાળામાં પડી ગયા છે. તેઓ કહે છે ?
જૈન ધર્મને માને છે, એ તે ઠીક છે, પણ તેઓ અધર્મને શા માટે માને છે? એક બાજુ તેઓ અધર્મનું ફલ દુ:ખ માને છે અને બીજી બાજુ તેને તવ તરીકે સ્વીકાર કરે છે, એ ખરેખર ! ઘણું વિચિત્ર છે!” જે તેઓ એટલું સમજ્યા હોત કે આ તે જેનેના દ્રવ્યાનુયેગની પરિભાષા