________________
૧૨૩.
પ્રથમ ગાથાનો અર્થપ્રકાશ-૧ આપણા શાસ્ત્રીય મંતવ્યને નિરાધાર કે અસત્ય માની લેવા એ નથી. અહીં એ પણ જણાવી દઈએ કે વૈજ્ઞાનિક સંશોધને ગમે તેટલા આગળ વધે તે પણ આપણે દ્રવ્યાનુયેગને એટલે કે દ્રવ્યને લગતા સિદ્ધાંતને અસત્ય ઠેરવી શકે એમ નથી.
તત્પર્ય કે અહીં લાક શબ્દથી પડદ્રવ્યાત્મક ચદરાજ પ્રમાણુ લેક સમજવાને છે.
૩ો –આ પદ બીજી વિભક્તિના બહુવચનમાં આવેલું છે. તેમાં મૂલ શબ્દ કોશ છે. કન્નોનાર એટલે ઉતકર. જે ઉદ્યોતને કરે તે ઉદ્યોતકર કહેવાય. ઉદ્યોત એટલે પ્રકાશ, પ્રભા, અજવાળું. તાત્પર્ય કે ઉદ્યોતકર નો અર્થ પ્રકાશ કરનાર કે પ્રકાશ ફેલાવનાર થાય છે.
આ જગતમાં પ્રકાશ કરનારી વસ્તુઓ ઘણી છે. જે જંતુસૃષ્ટિ તરફ નજર કરીએ તે આગિયે પ્રકાશ કરનારે છે. અંધારી રાતે તે આકાશમાં ઉડતે હોય, ત્યારે પ્રકાશ માન તણખા જેવો લાગે છે. દરિયામાં અનેક પ્રકારની માછલીઓ થાય છે. તેમાં કેટલીક માછલીઓ પ્રકાશ કરનારી હોય છે. તે તરતી હોય ત્યારે પ્રકાશના લીટા પડે છે. ચંદ્રકાંત મણિ અને સૂર્યકાંત મણિ પ્રકાશ કરનારા હોય છે. દીપક તેલને હોય, ઘીને હોય કે વીજળીને હોય, પણ તે પ્રકાશ કરે છે. સર્ચ લાઈટો તેમના પ્રકાશ માટે જાણીતી છે. આકાશમાં ટમટમતા તારા પણ પ્રકાશકરની ગણતરીમાં આવે છે. પરંતુ પ્રકાશકરની ખરી ખ્યાતિ તે ચંદ્ર અને સૂર્યને પ્રાપ્ત થયેલી છે. તેમને પ્રકાશ હજારે કીમીટરનું