________________
પ્રથમ ગાથાના અર્થ પ્રકાશ-૧
૧૨૫
વણું, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલનાં લક્ષણા છે. તાત્પર્ય કે પુદ્ગલનું પરિણમન અમુક સંચાગામાં ઉદ્યોતનુ રૂપ ધારણ કરે છે, કે જેને સામાન્ય રીતે આપણે પ્રકાશ સમજીએ છીએ. આગિયાનુ શરીર એવા પુદ્ગલેાથી રચાયું છે કે તે પ્રકાશ આપે છે. મિણુ વગેરેની રચના એવા પુન્દ્ગલેાથી થઈ છે કે તે પ્રકાશવંત અને છે. દીપક વગેરેને પ્રકાશ પણ પુદૂગલની વિશિષ્ટ રચનાને આભારી છે. ચંદ્ર તથા સૂનાં વિમાના ઘણા પ્રકાશ આપે છે, તે પણ પુદ્ ગલની વિશિષ્ટ રચનાનું જ પરિણામ છે.
હવે આત્મ-પરિણામી પ્રકાશની વાત કરીએ. આત્માના મૂલભૂત ગુણાને વિકાસ થતાં જે જ્ઞાન પ્રકટે છે, તેને આત્મ-પરિણામી પ્રકાશ કહેવાય છે. જ્ઞાનવડે વસ્તુને જાણી શકાય છે, તેના સ્વરૂપના બેધ કરી શકાય છે, એટલે તેને પ્રકાશ કહેવામાં આવ્યા છે. આજે કોઈ પણ જ્ઞાનપ્રદ સંસ્થા, સત્ર કે સમારોહનું ઉદ્ઘાટન દીપક પ્રકટાવીને કરવામાં આવે છે, કારણ કે જ્ઞાન એ પ્રકાશરૂપ છે.
જૈન શાસ્ત્રામાં જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મન:પવ અને કેવલ, એવા પાંચ પ્રકારો જણાવેલા છે અને તેનું વિસ્તૃત વણુ ન કરેલું છે. તેમાં કેવલજ્ઞાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, કારણ કે તેના વડે સર્વ વસ્તુના સર્વ ભાવા પ્રકાશી શકાય છે. તીથ કરદેવાએ આવુ કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલુ છે, તેથી તેઓ લાકના સ્વરૂપને સંપૂર્ણ પ્રકાશ કરી શકે છે.