________________
૧૨૬
લેગસ્સ મહા સૂત્ર શામાં એક જગાએ પ્રશ્ન પૂછાયે છે કે “તીર્થકરે. લેકને ઉદ્યોત શી રીતે કરે છે? તેના ઉત્તરમાં એમ કહેવાયું છે કે તેઓ “ જો વા, વિમેરુ વા, યુવેર વા, એટલે ઉત્પન્ન પણ થાય છે, વ્યય પણ પામે છે અને પ્રવ પણું રહે છે, એ ત્રિપદી વડે કરે છે. આને અર્થ એ છે કે આ વિશ્વ કેટલાક માને છે તેમ માત્ર કલ્પના નથી, પણ સત્ત છે અને તે ઉત્પન્ન થવાના, નાશ પામવાના અને છતાં કાયમ રહેવાના સ્વભાવથી યુક્ત છે. તેમાં ઉત્પત્તિ અને નાશ પર્યાયને આધીન છે અને ધ્રૌવ્ય-ધ્રુવપણું ગુણને આધીન છે.”
પરંતુ તીર્થકરે આટલું કહીને જ બેસી રહેતા નથી. આ તે તેમણે લોકનું સ્વરૂપ સમજવાની ચાવી બતાવી. તેઓ તીર્થકરકાલ દરમિયાન સતત દેશના દેતા જ રહે છે અને તેમાં લેકનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રકાશતા રહે છે. તેથી જ તેમને રોજ વોકરે એટલે પદ્રવ્યાત્મક ચૌદરાજ પ્રમાણુ લેકનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનારા કહ્યા છે.
અહીં કેઈ પાઠકમિત્ર એ પ્રશ્ન કરશે કે “શું તીર્થકરે લેકનું જ સ્વરૂપ પ્રકાશનારા છે? અલેકનું નહિ?” તેને ઉત્તર એ છે કે “આકાશદ્રવ્યનું વર્ણનવિવેચન કરતાં અલકાકાશનું સ્વરૂપ આવી જ જાય છે, એટલે તેઓ અલેકના સ્વરૂપને પણ પ્રકાશ કરનાર છે, પણ ખરું મહત્ત્વ લેકના સ્વરૂપ–પ્રકાશનું હોઈ તેમને લેકનું સ્વરૂપ પ્રકાશનારા કહ્યા છે.”