________________
૧૦૬
લેગસ મહાસુર નાળ તો ચા” એ આર્ષવચનનું રહસ્ય પણ આ જ છે. જેન મહર્ષિઓએ જ્ઞાનપ્રાપ્તિને લગતા જે આઠ નિયમ બાંધ્યા છે, તેમાં છઠ્ઠો નિયમ એ છે કે સૂત્રપાઠ શુદ્ધિ પૂર્વક ગ્રહણ કરે અને સાતમે નિયમ એ છે કે તેને અર્થ બરાબર શીખી લે. જે અર્થજ્ઞાન મેળવવાના પ્રયત્ન –પ્રયાસને કડાકૂટ સમજે છે, તે અર્થજ્ઞાન કદી પણ મેળવી શકવાને નહિ. પરિણામે તે અલ્પજ્ઞાની કે અજ્ઞાની જ રહેવાને. શું આ પરિસ્થિતિ પસંદ કરવા ગ્ય છે ?
અને પ્રકાશ મેળવવાની પદ્ધતિ એવી છે કે પ્રથમ સૂત્રનાં બધાં પદો છૂટા પાડવાં, પછી એ દરેક પદને સામાન્ય અને વિશેષ અર્થ કરે અને તે પરથી તેની અર્થસંકલન કરવી. છેવટે તેમાં રહેલા ભાવેને યથાર્થરૂપે બહાર લાવવા માટે એગ્ય વિવેચન કરવું.
અહીં કોઈ એમ કહેતું હોય કે “સામાન્ય અર્થથી કામ કેમ ન ચાલે? સામાન્ય મનુષ્યને માટે તે સામાન્ય અર્થ જ કામના છે.” તે એ કથન ભૂલભરેલું છે. સૂત્રના સામાન્ય અર્થથી કામ ચાલતું નથી. એમાં તે ઘણી વાર વિચિત્ર સ્થિતિ ઉત્પન્ન થાય છે.
એક વાર એક યુવાનબંધું અમારી પાસે આવ્યા. તેમણે જણાવ્યું: “નમસ્કારમંત્રના છઠ્ઠા-સાતમા પદમાં એમ કહ્યું છે કે, “તો રંજનકુad, સદલવણસિં–આ પંચનમસ્કાર સર્વ પાપને અત્યંત નાશ કરનાર છે. પણ આ વાત મારા મગજમાં બેસતી નથી. જે આપણે પંચનમસ્કારને પાઠ