________________
"૧૧૦
લેગસ મહાસૂત્ર હાથમાં ઢાલ આપવામાં આવી. હવે એ ઢાલની એક બાજુ રૂપેરી રંગથી અને બીજી બાજુ સેનેરી રંગથી રંગવામાં - આવી. કાલાંતરે ત્યાં બે પ્રવાસીઓ સામસામી દિશામાંથી આવી ચડ્યા અને તેને જોઈને પિતપિતાને અભિપ્રાય પ્રકટ કરવા લાગ્યા.
એકે કહ્યું : “આ ઢાલ રૂપેરી છે, તેથી સરસ લાગે છે.” બીજાએ કહ્યું : “આ ઢાલ સેનેરી હોવાના કારણે સુંદર લાગે છે.” પહેલાએ કહ્યું : “આ ઢાલ રૂપેરી જ છે, સમજે ?” બીજાએ કહ્યું : “એ સેનેરી હોવા વિષે કશી જ શંકા નથી.” પહેલાએ કહ્યું : “જે આંધળે હોય તે જ રૂપેરીને સેનેરી કહે.” બીજાએ કહ્યું: “જે બેવકૂફ હેય, તે જ સોનેરીને રૂપેરી કહે.” પહેલાએ કહ્યું : “તને બોલવાનું ભાન નથી.” બીજાએ કહ્યું:
તારા જેવા ગમારને બોલતાં આવડે છે જ કયાં?” પહેલાએ કહ્યું: “જીભ સમાલ.” બીજાએ કહ્યું : “આવી જા. તારી ખબર લેવા હું તૈયાર જ છું. અને ત્યાં ધમાચકડી મચી ગઈ
એ તે સારું થયું કે એવામાં ત્યાં કેટલાક ડાહ્યા માણસે આવી પહોંચ્યા અને તેમના ઝઘડાનું કારણ જાણીને તેમની એક-બીજાના સ્થાને બદલી કરી. આથી પેલા બંને પ્રવાસીઓ સમજી ગયા કે આ હાલ તે રૂપેરી પણ છે અને સેનેરી પણ છે. આપણે નકામા વહી પડયા. અને તેઓ -શરમીંદા બની પોતપોતાના માર્ગે ચાલ્યા ગયા.
આપણા ધાર્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય ઝઘડાઓ