________________
અર્થપ્રકાશ અંગે કિંચિત
૧૧. ના મૂલમાં પણ આ જ વસ્તુ હોય છે. “બીજે પણ અમુક દષ્ટિએ સાચે હોઈ શકે. તેના કહેવામાં પણ તથ્ય છે.” તેની વાત પણ સાંભળવી ઘટે. આવા વિચારેને આપણે સ્થાન આપતા નથી, એટલે ઘર્ષણ થાય છે અને તેમાંથી ખૂબ મોટા ઝઘડાઓનાં મૂળ નંખાય છે. સાપેક્ષવાદને સહુથી મેટો સાર એ છે કે “આપણે બીજાની વાત સાંભળવા શીખવું અને તેમાં જે સત્ય જણાય, તેને નિઃસંકોચ સ્વીકાર કર.” “મારું એ જ સાચું.” હું કહું તે જ થાય.” “મારી જ માન્યતા સાચી છે. આવા વચનપ્રવેગોને જૈનધર્મ કે જૈન સંસ્કૃતિમાં સ્થાન નથી.
જ ને રોગ મટાડવા માટે લેકકવિઓએ જે વચને કહ્યાં છે, તે પણ સાંભળવા-વિચારવા જેવાં છે.
જેના મનમાં જે વસ્યું, તેને તે જ સુહાય; દ્રાક્ષ તણે તજી માંડ, કાગ લીબોળી ખાય.
જેના મનમાં જે વાત વસી ગઈ હોય, તેને તે જ સારી લાગે છે. દ્રાક્ષને માંડ અને લીમડાનું ઝાડ પાસે પાસે રહેલા હોય તે કાગડો દ્રાક્ષના માંડવા પર ન બેસતાં લીમડાના ઝાડ પર બેસશે અને તેની લીંબોળીઓ ખાવામાં મજા માણશે, કારણ કે તેના મનમાં એ વાત વસી ગઈ છે કે દ્રાક્ષ કરતાં લીબળીને સ્વાદ વધારે સારો હોય છે.” - જો તમે કાગડાને એમ કહે કે લી બળી કરતાં દ્રાક્ષને સ્વાદ ઘણે સારે હોય છે, માટે લીમડો છોડીને દ્રાક્ષના