________________
૮૮
લેગસ્ટ માસૂત્ર ગુંજન દિવસ સુધી અમારા કવિવરમાં રહ્યું હતું અને તે અનેક પ્રકારે જિનભક્તિનું ઉધન કરતું હતું. આપણી સંસ્થાઓએ આ દિશામાં પહેલ કરવી ઘટે.
છંદની પસંદગી પઘાત્મક કૃતિમાં છંદને ઉપગ આવશ્યક છે. એ રીતે સાત પદ્યવાળી આ કૃતિમાં કયા છંદે પસંદગી પામ્યા છે? તે જાણવું જોઈએ. આ પદ્યાત્મક કૃતિ ભગવાન મહાવીરના સમયની છે, એ હકીકત અમે પ્રસ્તુત ગ્રંથના ત્રીજા પ્રકરણમાં અનેક પ્રમાણે વડે સિદ્ધ કરી ચૂક્યા છીએ. એ વખતે જૈન શ્રમણ સમુદાયમાં ‘સિલેગો એટલે બ્લેક અને “ગાહા એટલે ગાથા આ બે છંદો વિશેષ પ્રચારમાં હતા, એટલે પ્રસ્તુત પદ્યાત્મક કૃતિ માટે આ બે છંદ પસંદગી પામેલા છે. મહર્ષિ નંદિષણકૃત અજિતશાન્તિસ્તવ કે જે ઘણી પ્રાચીન કૃતિ ગણાય છે અને જેમાં પ્રાકૃત ભાષાના અનેક છંદોને ઉપયોગ થયેલે છે, તેમાં પણું સહુ પ્રથમ “ગાહ” અને “સિલોગ” છંદને જ 'ઉપયોગ થયેલ છે. પ્રસ્તુત કૃતિની પ્રથમ ગાથા સિલે છંદમાં અને બાકીની બધી ગાથાઓ ગાહા છંદમાં છે.
પાઠકમિત્રે સિલોગ અર્થાત્ શ્લોકનું લક્ષણ જાણવા ઇંતેજાર હશે, એટલે તેની અહીં રજૂઆત કરવા ઈછીએ છીએ, પણ તે પહેલાં એટલું જણાવી દઈએ કે પ્રાચીન કાલમાં સિલેગના પ્રથમ ત્રણ ચરણે આઠ અક્ષરવાળાં રહેતાં, જ્યારે ચોથું ચરણ આઠ કે નવ અક્ષરવાળું રહેતું.