________________
લોગસ્સસૂત્રના અક્ષરદેહ
સૂત્રની ભાષા
જિનાગમા અધ માગધી ભાષામાં લખાયેલાં છે, એટલે આવશ્યકસૂત્રના એક ભાગરૂપ લાગસસૂત્રને ઉપરના પાઠ અ માગધી ભાષાના છે. જે પ્રાકૃત ભાષા મગધ દેશ અને તેની આસપાસના પ્રદેશમાં ખેલાતી, તે અમાગધી ગણાઈ. ભાષાવિશારદાએ તેને આ પ્રાકૃત માનેલી છે. કેટલાકના મતથી આજે પ્રાપ્ત થતી લેગસ સૂત્રની આ કૃતિ મહારાષ્ટ્રી તથા શૌરસેની પ્રાકૃતથી પ્રભાવિત છે.
આ કૃતિમાં જે સંધિ, સમાસ તથા વિશિષ્ટ પ્રયાગા છે, તેની વિચારણા યથાસ્થાને થશે.
G
સૂત્રનું પદ્યાત્મક સ્વરૂપ
ષડાવશ્યકનાં બીજાં બધાં આવશ્યકોના સૂત્રપાઠ ગદ્યાત્મક છે, ત્યારે આ ખીજા આવસ્યકના સૂત્રપાઠ પદ્યાત્મક છે, એ તેની વિશેષતા છે. આ સૂત્ર કીંતન-સ્તવનરૂપ હાઈ સારી રીતે ગાઈ શકાય, તે માટે તેની રચના પદ્યમાં થયેલી હોવી જોઇએ, એવું અનુમાન કરીએ તા એ અસ્થાને નથી. અમે પ્રસ્તુત ગ્રંથના પ્રાકથનમાં જણાવ્યા મુજબ પ્રાર્થનામાં તેના સંગીતમય ઉપયોગ કરેલા છે અને તેના લીધે વાતાવરણમાં ભક્તિરસની જે ભવ્યતા વ્યાપે છે, તેના અનુભવ લીધેલેા છે. એક વાર એક સંગીતવિશારદ પાસે અમે આ સૂત્રની બધી ગાથાએ વિવિધ રાગ-રાગિણીઓમાં ગવડાવી જોતાં તે અમારા અંતરને ઊંડો સ્પર્શ કરી ગઈ હતી. તેનુ