________________
લેગસ્સ મહાસુ કરી શકે, પણ આપણે ત્યાં એવા પુરુષે કેટલા ? વળી તે સ્થળે સ્થળે થેડા જ મળી આવે છે ? જ્યારે આ વિસંવાદ તે સ્થળે રથળે ઊભે થવાનો. પરિણામે જીભાજોડી થવાની, સામસામા આક્ષેપ થવાના અને તેમાંથી પક્ષે પડવાનાઆપણે ત્યાં જે પક્ષે પડયા છે, તે નાના-નાના વિવાદ અને વિસંવાદોમાંથી જ પડ્યા છે. તેનું માધ્યસ્થતાથી નિવારણ થયું નથી, એટલે આપણામાં વિસંવાદ ઊભું થાય, એવી પરિસ્થિતિ ઊભી કરવી હરગીઝ એગ્ય નથી. એ. શાસનની કુસેવા છે.
આ સાંભળીને મુનિશ્રીએ તરત જ કહ્યું: “મારી ભૂલ સુધારી લઈશ.” અને તેમની સરલતા, ન્યાયપ્રિયતા તથા શાસન પ્રત્યેની હિતબુદ્ધિને અમારું મસ્તક નમી પડ્યું.
તાત્પર્ય કે આવા ગ્રંથમાં પાઠાંતરે ન આપવા એ જ ઠીક છે, એમ માનીને અમે તેનાથી દૂર રહ્યા છીએ. આમ છતાં અર્થનિર્ણયપ્રસંગે તેની જરૂર જણાશે તે તેને ઉપગ કરીશું.
અહીં એ પણ જણાવી દઈએ કે જેમ મંત્રને અક્ષરદેહ નિશ્ચિત હોય છે અને તેમાં એક પણ અક્ષરની ઘાલમેલ થતાં તે દુષિત થયે ગણાય છે, તેમ સૂત્રને. અક્ષરદેહ પણ નિશ્ચિત જ હવે ઘટે–તેમાં એક પણ અક્ષરની ઘાલમેલ કે કાના-માત્રા-વરડૂ–અનુસ્વારને વ્યત્યય તેને દૂષિત કરે છે અને તેના અર્થમાં મેટું પરિવર્તન કરી નાખે છે. તાત્પર્ય કે અક્ષરદેહનું સ્વરૂપ નિશ્ચિત જ હેવું ઘટે.