________________
૮૪
લેગસ મહા સૂત્ર कीर्तित-वन्दित-महिताः, ये एते लोकस्य उत्तमाः सिद्धाः। आरोग्य-बोधिलाभ, समाधिवरमुत्तमं ददतु ॥ ६ ॥ चन्द्रेभ्यो निर्मलतराः, आदित्येभ्योऽधिकं प्रकाशकराः । सागरवरगम्भीराः सिद्धाः, सिद्धिं मम (मह्य) दिशन्तु ॥७॥
શુદ્ધ પાઠ આપણા સમાજમાં–સંઘમાં ઉપર જણાવેલે પાઠ, પ્રચલિત છે અને તે જ અહીં આપવામાં આવ્યું છે. આ પાઠનું જ પઠન, પાઠન, મરણ, ચિંતન, નિદિધ્યાસન કરવું ઘટે, કારણ કે તે પરંપરાથી ચાલ્યા આવતે શુદ્ધ પાઠ છે.
પાઠાંતરે જરૂરી નથી. સંશોધનાત્મક શાસ્ત્રીય ગ્રંથમાં પાઠાંતરે આપવાની પદ્ધતિ છે અને તે એગ્ય છે, કારણ કે તેથી વિદ્વાનોને મૂલ કે સત્ય પાઠને નિર્ણય કરવાનું સુગમ પડે છે, પરંતુ જે ગ્રંશે સામાન્ય જિજ્ઞાસુજને કે આરાધક આત્માઓ માટે લખાયેલા હોય, તેમાં પાઠાંતરો આપવા યોગ્ય નથી–જરૂરી નથી, કારણ કે તે પાઠકના મનમાં એવો વિકલ્પ જગાડે છે કે આમાંથી ક્યા પાઠ ખરે ? હું આ પાઠ બેલું કે તે પાઠ. બેલું ? અને તેમાંથી વિસંવાદ ઊભું થવા સંભવ છે. દાખલા તરીકે આપણા પ્રચલિત પાઠ નમો અરિહંત પદના ન અતજ અને નમો વહેંતાળ એવા પાઠાંતરે આપીએ તો. સંભવ છે કે એક નમો અરિહંતાળ ને સાચે પાઠ માનશે, બીજે નમો શાતા ને સાચે પાઠ માનશે, તે ત્રીજો નમો