________________
લેગસ્સસૂત્રને અક્ષરદેહ કમલાત એટલે દીર્ધાન્ત કરવા. છ શરગણ અથવા સર્વ લઘુ અક્ષરવાળે કરે અને વિષમ એટલે પહેલે, ત્રીજે, પાંચમે. અને સાતમે ગણ ગણુ રહિત કરે. ગાહાના-ગાથાના બીજા અર્થમાં છઠ્ઠો અંશ લઘુ હોવા જોઈએ. પરંતુ આ ત્રીજા નિયમનું પાલન સર્વીશે થતું નથી.
[ જેમાં પ્રથમ લઘુ, પછી ગુરુ અને છેવટે લઘુ અક્ષર હોય તે જગણ કહેવાય છે. જકાત એ જગણને પ્રકાર છે.]
ગાહાનાં આ લક્ષણો પરથી એમ જણાય છે કે પ્રથમ તેમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે ભાગે રહેતા, પણ પછીના છંદશાસ્ત્રીઓએ તેનાં ચાર ચરણે કલ્પીને તેનું લક્ષણ બાંધેલું છે. તે અંગે પ્રાકૃતપિંગલમાં કહ્યું છે કેपढमे बारह मत्ता, बीए अट्ठार होइ संजुत्तो। जह पढमं तह तीअं, दह-पंच विहूसिआ गाहा ॥
પહેલા ચરણમાં બાર માત્રા, બીજા ચરણમાં અઢાર માત્રા, ત્રીજા ચરણમાં પહેલા જેટલી જ એટલે બાર માત્રા અને ચોથા ચરણમાં પંદર માત્રા એ ગાથાનું લક્ષણ છે.”
આમાં પણ માત્રા તો સત્તાવન જ માની છે, પણ તેને કમ ચરણ અનુસાર ૧૨ + ૧૮ + ૧૨ + ૧૫ = ૫૭ માનવામાં આવ્યો છે.
ગાહાલક્ખણ અને નાગપિંગલમાં લઘુ-ગુરુના. ઓછાવત્તાપણા ઉપરથી ગાહાના ૨૬ ભેદે નીચે પ્રમાણે માનવામાં આવ્યા છેઃ