________________
લોગસ્સસૂત્ર અધ્યાત્મની આધારશિલા છે. ૭પ
કેટલાક કહે છે કે “હાલ તે જવાય એમ જીવવા દો, બીજે નિશ્ચય પછી કરીશું.” આનો અર્થ તે એ થયે કે આપણે જીવનની ચાલુ ઘરેડ છોડવી નથી અને ન રાહ અપનાવ નથી. ઉપમાથી કહીએ તે ઘાણીના બેલ જેવી આ સ્થિતિ છે અને તે છેવટે ખતરનાક નીવડવાની છે, એટલે તેને સુધારવી જ રહી. કાલના ડંકા બજી રહ્યા છે, તેની સવારી ક્યારે આવી પહોંચશે, તે જાણી શકાતું નથી, એટલે કાલનું કામ આજે અને આજનું કામ અબઘડી કરી લેવું, એ જ ડહાપણભરેલ માર્ગ છે.
કેટલાક કહે છે કે “અમને સાધુ-સંતોનાં વ્યાખ્યાન સાંભળવાં ગમે છે અને તેમાં જે ધાર્મિક-આધ્યાત્મિક વિચારે રજૂ થાય છે, તે પસંદ પણ પડે છે, પરંતુ તે સાંભળીને ઘરે આવીએ છીએ કે એ બધું ભૂલાઈ જાય છે અને ચાલુ ઘરેડમાં અટવાઈ પડીએ છીએ, તે અમારે શું કરવું?” તેને ઉત્તર એ છે કે સાધુ-મુનિરાજના વ્યાખ્યાનમાં જે કંઈ સાંભળ્યું હોય, તેના પર ચિંતન-મનન કરવાની ટેવ પાડવી જોઈએ અને તેમાંનું ડું થોડું જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે અને કાંકરે કાંકરે પાળ બંધાય છે, તેમ નાના નાના વ્રત–નિયમે ગ્રહણ કરતાં ધર્મને સંચય થાય છે અને તેમાંથી ધાર્મિક-આધ્યાત્મિક વલણ ઘડાય છે. તેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે વ્રત-નિયમ ગ્રહણ કર્યા હોય, તે કઈ પણ સંગેમાં તેડવા નહિ