________________
લોગસ્સ મહા સૂત્ર પર તે શબ્દની અસર ખૂબ જ થાય છે. જ્યાં તે પાવાને
મધુર સ્વર-શબ્દ સાંભળે ત્યાં જ સ્થિર થઈ જાય છે અને - તે સાંભળવામાં લીન બની જાય છે. પછી તેને આસપાસની
પરિસ્થિતિનું ભાન રહેતું નથી. પારધિ લે કે તેના આ : સ્વભાવને લાભ લે છે.
મેના, પિપટ, રાજહંસ વગેરે પક્ષીઓને અમુક રીતે બોલાતા શબ્દોની અસર થાય છે. એક સ્વામીજી પક્ષીઓના ખૂબ પ્રેમી હતા. તેઓ અમુક અવાજ કરતા કે આસપાસથી બધા પક્ષીઓ તેમની સામે આવી જતા અને કિલ્લોલ કરવા લાગતા. પછી તેઓ એમને દાણું નાખતા, એટલે તેઓ ગેલ-ગમ્મત કરતાં એને ચપોચપ ચણી જતાં. તે પછી સ્વામીજીએ કરી રાખેલી વ્યવસ્થા અનુસાર તેઓ પાણી પીતાં અને પાછા તેમની સામે આવી જતાં. સ્વામીજી તેમને પ્રેમપૂર્વક થોડું સંબોધન કરતા અને “કાલે પાછા સમયસર આવજે” એ શબ્દો પૂર્વક વિદાય દેતા. જે પક્ષીઓ પર શબ્દની અસર ન થતી હોય, તે આ બધું શી રીતે બને ?
સાપ પર મેરિલીના શબ્દની અસર થાય છે, તેમ - મનુષ્યના શબ્દોની અસર પણ થાય છે. ભગવાન મહાવીરે
બુઝ બુજઝ ચંડકેસિય! એટલા શબ્દો કહ્યા અને તેની અસર તેના પર બહુ ભારે થઈ તે વનસ્પતિ પર શબ્દની અસર થાય છે, એ બાબતમાં શ્રી જગદીશચંદ્ર બસુએ ઘણું પ્રાગે કરેલા છે અને છેડા