________________
લેગસસૂત્ર અધ્યાત્મની આધારશિલા છે. ૭૭ “ લગ્નના ગીતો સાંભળી પિરસ અનુભવે છે અને સૈનિકે ભાટ-ચારણનાં મુખેથી ગવાતાં સિંધૂડા આદિથી શૂરાતનમાં આવી જાય છે. આ જ રીતે સાધુ-મહાત્માના શબ્દો સાંભળી આપણું હદય પ્રભાવિત બને છે અને જે વસ્તુ આપણને અશક્ય લાગતી હોય છે તે શક્ય બની જાય છે, એક : મનુષ્યને દારૂ પીવાની બુરી લત લાગી હતી, તે કેમે ય કરી છૂટતી ન હતી. ઘણા માણસોએ તેને સમજાવ્યું, અનેક પ્રકારની દલીલ કરી, પણ બધું વ્યર્થ ગયું. પરંતુ તે એક સંતના સમાગમમાં આવ્યો અને તે સંતપુરુષે તેને એટલું જ કહ્યું કે “દારુ પીવાનું તને શેભે ખરૂં ? તે આજથી છોડી દે.” અને તેણે તરત જ દારૂ પીવાનું છોડી દીધું. તાત્પર્ય કે શબ્દોની અસર માનવહૃદય પર સારી રીતે પડે છે.
પશઓ પર પણ શબ્દની અસર પડે છે. ગાય, ભેંસ. બળદ વગેરેને તેના માલીકે સારા શબ્દ બોલાવે છે, ત્યારે. તેઓ ખુશ થાય છે અને વિવિધ ચેષ્ટાઓ દ્વારા પિતાને એ ભાવ પ્રદર્શિત કરે છે. તે જ રીતે માલીક તેને ઠપકો આપે કે તેના પર ક્રોધ કરે, ત્યારે તેઓ નારાજગી અનુભવે છે, દુઃખી થાય છે અને કેટલીક વાર કંપવા પણ લાગે છે. તમે ખેડૂતને તેમના બળદો સાથે વાત કરતા સાંભળ્યા. હશે. તે વખતે તેઓ અવનવા ભાવે અનુભવતા હોય છે. હાથી, ઘેડા અને કૂતરા પણ પિતાના માલીકના શબ્દો અનુસાર લાગણીનું સંવેદન અનુભવતા હોય છે. હરણ,