________________
- ૭૬
લેગસ્સ મહાસૂત્ર જો આટલી દઢતા કેળવાય તે ધીરે ધીરે જરૂર આગળ વધી શકાય છે અને ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રમાં ધારેલી પ્રગતિ સાધી શકાય છે. પંકલકુમારની વાત તે તમે સાંભળી હશે. તેણે ગ્રહણ કરેલા ચાર નિયમે સાવ સાદા જણાતા હતા, પણ તેણે એની કટી કરી, તે એમાં પાર ઉતર્યો અને આખરે જીવનની બાજી જીતી ગયે.
“આત્મા છે, “તે નિત્ય છે, “તે કમેને કર્તા છે.” તે કર્મફલને ભોક્તા છે, “તે પુરુષાર્થ બલે સર્વ કર્મમાંથી છૂટી શકે છે અર્થાત્ મોક્ષ પામી શકે છે અને
એ મેક્ષપ્રાપ્તિને ઉપાય સુધર્મ છે.” આ છ સિદ્ધાંત બરાબર સમજી લેવાથી અને તેના પર વારંવાર ચિંતનમનન કરવાથી અધ્યાત્મને રંગ લાગે છે અને તે આત્મશુદ્ધિકારક સુવિહિત ક્રિયાઓના આધારે ટકી રહે છે. તેમાં લેગસસૂત્રના નિત્ય-નિયમિત પાઠનું, તેમ જ તેના ચિંતનમનનનું મહત્વ વિશેષ છે, તેથી તેને અધ્યાત્મની આધારશિલા માનવી જોઈએ.
સૂત્ર શબ્દમય છે અને શબ્દોની અસર માનવ, પશુ, પક્ષી, સાપ તથા વનસ્પતિ ઉપર પણ અવશ્ય થાય છે, એ - વસ્તુ અનેકવિધ પ્રગોથી સિદ્ધ થઈ ચૂકી છે. એક મનુષ્યને તમે સારા શબ્દોથી બેલા તે પ્રસન્ન થાય છે અને ગાળે દેવા માંડે તે રોષે ભરાય છે. આ બંને પ્રકારની અસર શબ્દને આભારી છે કે નહિ? બાળકે - હાલરડું સાંભળતાં ઊંઘી જાય છે, વરરાજા તથા જાનૈયાએ