________________
હ૪
'
લોગસ્સ મહાસૂત્ર આજે આપણા જીવનની ગાડી કોઈપણું ધ્યેય વિના ચાલે છે, તે કયાં પહોંચવાની? વિચારશીલ મનુષ્ય તે જીવનનું ધ્યેય નક્કી કરવું જોઈએ અને તેને લગતી પ્રવૃત્તિએ જ આદરવી જોઈએ. અન્યથા જીવન કોઈ પણ પ્રકારની સિદ્ધિ વિના હાયેયમાં જ પૂરું થઈ જવાનું અને બંદા. હાથ ઘસતા રહી જવાના ! .
જે આપણે સાધુ–સંતેને સમાગમ કરીએ, તેમની વ્યાખ્યાન–વાણી સાંભળીએ, જ્ઞાની પુરુષોને સંગ કરીએ અને ધાર્મિક-આધ્યાત્મિક સાહિત્ય વાંચીએ તે આપણને જીવનનું દયેય જરૂર સમજાય અને આપણું ગાડી પાટે ચડે, પણ આપણે આમાંનું શું કરીએ છીએ? સાધુસંતનાં દર્શને જવાને સમય નથી, તેમની વ્યાખ્યાનવાણી સાંભળવાની ફુરસદ નથી, જ્ઞાની પુરુષો ગમાર ભાસે છે અને ધાર્મિક-આધ્યાત્મિક સાહિત્યને હાથ અડાડવાનું મન થતું નથી ! કદાચ કંઈ વાંચવાનું મન થાય તે છીછરું સાહિત્ય હાથમાં આવે છે, તે ઘડીક હસાવે છે કે મનને વિષયવાસનાથી ભરી દે છે ! એટલે તેમાં લાભને બદલે નુક્શાન જ થાય છે. જ્યાં સુધી આ પરિસ્થિતિ સુધરે નહિ, ત્યાં સુધી આપણે ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ થવાને નહિ, એ નિશ્ચિત છે. અને જયાં સુધી આપણે ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ નહિ થાય, ત્યાં સુધી આપણે પ્રશસ્ત–પવિત્ર-ઉત્તમ જીવન જીવી શકીશું નહિ, એ પણ નિશ્ચિત છે. તે કરવું છે શું? એને નિશ્ચય કરી લે.