________________
૭ર
લેગસ મહાસૂત્ર છે, તેને પકડી બેઠા છીએ અને જે વસ્તુનું પરિણામ સુંદર છે, શ્રેયસ્કર છે, તેને તે વિચાર સરખે કરતા નથી. “શરીર એ ધર્મનું સાધન છે એ વાત આપણે ભૂલી ગયા છીએ અને “શરીર એ ભેગવિલાસનું સાધન છે” એ વાત આપણું મન પર જોરશોરથી સવાર થઈ ગઈ છે, તેથી જ નિત્ય નવા ભેગનું ચિંતન કરીએ છીએ અને તેને લગતી સામગ્રી મેળવવામાં વ્યસ્ત રહીએ છીએ. પરંતુ ભેગની તૃપ્તિ કદી થતી જ નથી. તે જેમ જેમ ભેગવાતા જાય છે, તેમ તેમ તેની તૃષ્ણ વધતી જાય છે અને છેવટે તે માઝા મૂકે છે. પરિણામે અસંતોષ અને અશાંતિને ઉગ્ર અગ્નિ ભભૂકી ઉઠે છે અને તેમાં મનુષ્ય સ્વાહા થઈ જાય છે. માનવજીવનને આ કે કરુણ અંજામ ! તે અંગે આપણું તારણહાર ભગવાન મહાવીરનાં વચને સાંભળે –
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा। कामे य पथेत्माणा, अकामा जन्ति दोग्गई ॥
કામગ શલ્યરૂપ છે, કામગ વિષરૂપ છે અને કામગ ભયંકર સર્પ જેવા છે. જેઓ કામગની ઈચ્છા કર્યા કરે છે, તે એને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિમાં જાય છે.' खणमेत्तसोक्खा बहुकालदुक्खा,
पगामदुक्खा अणिगामसोक्खा। संसारमोक्खस्स विपक्खभूया,
खाणी अणत्थाण उ कामभोगा ।