________________
લેગમ્મસૂત્ર અધ્યાત્મની આધારશિલા છે. ૭૨ રંગાય છે, તે જ અનિત્યાદિ બાર ભાવનાઓને યથાર્થ રીતે ભાવી શકે છે અને પિતાના ચિત્તના મલ અને વિક્ષેપ દોષને સારી રીતે ઘટાડી શકે છે. જ્યાં ચિત્તના મલ અને વિક્ષેપ ઘટા કે ધ્યાન ધરવાની ક્ષમતા આવે છે, એટલે તેણે ધ્યાનને અભ્યાસ કરવો જોઈએ. આ ધ્યાનાભ્યાસને પરિણામે તે રાગ અને દ્વેષથી પર થઈ શકે છે, અર્થાત્ સમવની સિદ્ધિ કરી શકે છે અને જ્યાં સમત્વની સિદ્ધિ થઈ કે વૃત્તિને સંક્ષય થવા લાગે છે, એટલે કે આત્માની શક્તિઓને આવરી રહેલી સકલ કર્મજંજાળ તૂટી જાય. છે અને આત્મા તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશવા લાગે છે. આ જ મુક્તિ, મોક્ષ, નિર્વાણ કે પરમપદની સ્થિતિ છે. તાત્પર્ય કે જેને પરમપદની પ્રાપ્તિ કરવી છે, તેણે સહુ પ્રથમ અધ્યાત્મના રંગે રંગાવું જોઈએ.'
પરંતુ આ વાત ધારવા જેટલી સહેલી નથી, કારણ કે આપણને ભૌતિકવાદને કાળા રંગ ચડી ચૂક્યો છે અને તે દૂર થાય, તે જ અધ્યાત્મને ગુલાબી રંગ ચડી શકે એમ છે. આપણને ખાન-પાનના વિચારો આવે છે, વ્યવહાર અને વ્યાપારના વિચાર આવે છે, આનંદ-પ્રમોદ અને એશઆરામના વિચારો આવે છે, પણ આત્માના વિચારે આવતા નથી, પછી તેના વિકાસને લગતી પ્રવૃત્તિની વાત તે રહી જ કયાં ?
આપણે ડાહી માના દીકરા ગણાઈએ છીએ, પણ ખરું ડહાપણ બેઈ બેઠા છીએ. જે વસ્તુને સરવાળો શૂન્ય