________________
૬૭
લેગસ સૂત્ર દર્શનશુદ્ધિનું સાધન છે. કરવી જ જોઈએ અને તેમાં જે સારું કે સાચું લાગે તેને સ્વીકાર કરે જોઈએ, તથા જે ખેટું કે અસત્ય લાગે તેને ત્યાગ કરે જોઈએ. જેને સારા-ખોટાને વિવેક કરતાં આવડતું નથી, તે વ્યાવહારિક, ધાર્મિક કે આધ્યાત્મિક પ્રગતિ સાધી શકતા નથી.
જ્યાં કુલિંગીઓની પ્રસંશા કરવાથી સમ્યફને નુકશાન થતું હોય, ત્યાં તેના સંસર્ગ–સહવાસ–પરિચયઅતિ પરિચયથી સમ્યકત્વને ભારે નુકશાન થાય, એમાં -નવાઈ શી? કુલિંગીઓના–મિથ્યાત્વીઓના વિશેષ પરિચયથી અનેકનાં સમ્યકત્વ છૂટી ગયાં છે અને તેમની આચારસંહિતાઓ તૂટી પડી છે.
“સંગ તે રંગ” એ તે આપણું રેજિદ અનુભવની વાત છે, તેથી જ આપણે આપણું બાળકને કુસંગથી બચાવીએ છીએ. તે પછી ધર્મની બાબતમાં એમ કેમ ન કરીએ ?
રાજગૃહીને નંદન મણિયાર એક વાર ભગવાન મહાવિરને શ્રાવક હતું અને આત્મશુદ્ધિને ધર્મ માની વ્રતનિયમ પાળતું હતું. પણ તેને નિગ્રંથ શ્રમને સંપર્ક રહે નહિ, જ્યારે બૌદ્ધ શ્રમણને સંપર્ક-સહવાસ વધારે થવા લાગે અને લેકસેવા એ જ ધર્મ છે, એમ માનીને તે વર્તવા લાગે. એમ કરતાં નગર બહાર એક સુંદર -ચતુમુખી વાવ બનાવી અને ત્યાં લોકોની સેવા થાય એવી સર્વ ગોઠવણો કરવામાં આવી. જોકે તેની ભારે પ્રશંસા