________________
લેગસ મહાસૂત્ર
૬૮
કરવા લાગ્યા. એ સાંભળી તે ખુશ થવા લાગ્યા અને પછી. તે તેતેમાં જ રચ્યાપચ્યા રહ્યો. એમ કરતાં મૃત્યુસમય નજીક આવ્યા, ત્યારે પણ એને વાવના જ વિચારો આવ્યા કર્યાં, તેના માહુ છૂટી શકયો નહિ, એટલે તે મરીને એ જ વાવમાં દેડકો થયા. કુલિંગી સસ્તવનું પરિણામ શું આવ્યું,
તે જુઓ.
અનુક્રમે ભગવાન મહાવીર રાજગૃહી નગરીની બહાર સમયસર્યાં. લેકે તેમનાં દર્શને જવા લાગ્યા. મહારાજા શ્રેણિક પણ સવારી કાઢી દર્શીને ચાલ્યા. ત્યાં એ દેડકાએ લોકોના મુખેથી મહાવીર-મહાવીર એવા શબ્દો સાંભળતાં જાતિસ્મરણજ્ઞાન થયુ, પેાતાના પૂર્વભવ જોયા અને ભગવાન મહાવીર તે એક વાર મારા ધર્માંદાતા ગુરુ હતા, તેના ખ્યાલ આવ્યા. તેમનુ સમ્યક્ત્વ છૂટી જતાં પેાતાના
આ હાલ થયા છે, એ પણ જાણી લીધું. એટલે ઘણા પ્રયત્ન કરી વાવની મહાર નીકળ્યા અને કૂદીકૂદીને ભગવાનના સમવસરણ તરફ જવા લાગ્યા. એવામાં મહારાજા શ્રેણિકની સેનાના એક ઘેાડાના પગ નીચે આવી ગયા અને તેનાં આંતરડાં બહાર નીકળી પડચાં. તે ધીરેથી ખાજુએ ગયા અને ચિ'તવવા લાગ્યા કે ‘પ્રભો ! તમારાં દશનની ઘણી ઈચ્છા છતાં હવે ત્યાં આવી શકું એમ નથી. તમને હું અહીંથી જ ત્રણ વાર નમસ્કાર કરું છું.' આવી શુભ લેશ્યાએ મરણ પામતાં તે દેવલાકમાં દ રાંક નામના દેવ તરીકે ઉત્પન્ન થયા.