________________
૬૦
લેગસ્ટ મહાસૂત્ર - ફલ આપી શક્તી નથી. તે થોડું ફલ આપે, પણ તેનાથી - આપણે ઉદ્ધાર થાય નહિ.
સમ્યગદર્શનની-દર્શનની પ્રાપ્તિ થયા પછી તે મલિન - ન થાય, તેને અતિચાર ન લાગે, તે ખાસ જોવાનું છે. પાંચ - બાબતો દર્શનના અતિચારરૂપ ગણાઈ છે, તે તે તમે જાણતા હશે. તે માટે વંદિત્તસૂત્રની છઠ્ઠી ગાથા યાદ કરે
संका कंखा विगिच्छा, पसंस तह संथवो कुलिंगी। सम्मत्तस्सइआरे, पडिक्कमे देसियं सव्व।
શંકા, કાંક્ષા, વિચિકિત્સા, કુલિંગી પ્રશંસા અને કુલિંગીસંસ્તવ એ પાંચ સચ્યવના અતિચારે છે. દિવસ દરમિયાન તેમાંના જે જે અતિચારે લાગ્યા હોય, તે સર્વેનું હું પ્રતિકમણ કરું છું.'
શંકા એટલે જિન ભગવંતોએ પ્રરૂપેલા દ્રવ્ય–ગુણના " વિષયમાં શંકા–સંશય. કાંક્ષા એટલે અન્ય મતની ઈચ્છા.
વિચિકિત્સા એટલે ધર્મકરણના ફલ અંગે મનમાં ભાંજગડ. જૈન - શામાં મિથ્યાત્વીઓ માટે કુલિંગી શબ્દ વપરાય છે. તેમની પ્રશંસા, તે કુલિંગી પ્રશંસા અને તેમને સંસર્ગ–વધારે પડતે પરિચય, તે કુલિંગીસંસ્તવ. છે. એક વાર સમ્યકત્વની પ્રાપ્તિ કર્યા પછી જે જિનેશ્વર ભગવતેએ પ્રરૂપેલા ષડ્રદ્રવ્ય અને તેના ગુણો અંગે શંકાકુશંકા કરવામાં આવે તે સમ્યફ મલિન થાય છે, અર્થાત્ - તેને ડાઘ લાગે છે, તેની નિર્મલતા ઓછી થાય છે.