________________
૫૮
લેગસ મહાસૂત્ર કૂહાડે છે, પવિત્ર એવું તીર્થ છે, સર્વ રીતે શ્રેષ્ઠ છે અને મિથ્યાત્વને જિતનારું છે.”
આ વસ્તુની વિશેષ પ્રતીતિ અંગારમકસૂરિને પ્રબંધથી થઈ શકશે.
અંગારમદકસૂરિને પ્રબંધ ક્ષિતિપ્રતિષ્ઠિત નામે એક મોટું નગર હતું, તેમાં શ્રી વિજયસેનસૂરિ નામે જૈનાચાર્ય હતા. તેમના એક શિષ્યને રાત્રિના પાછલા ભાગે સ્વપ્ન આવ્યું કે પાંચસો સુંદર હાથી હારબંધ ચાલ્યા આવે છે અને તેમને નાયક એક ભૂંડ છે. પ્રાતઃકાલ થતાં નિત્યકર્મથી પરવારીને તેણે આ સ્વપ્ન ગુરુને કહ્યું અને તેને અર્થ પૂછો, એટલે ગુરુએ સર્વ શિષ્ય સાંભળે એ રીતે કહ્યું કે “આજે અહીં પાંચસે સુવિહિત સાધુઓ સાથે એક અભવ્ય આચાર્ય આવશે.”
હવે તે જ દિવસે પાંચ સાધુઓથી પરિવરેલા રુદ્ર નામના એક આચાર્ય આવ્યા, પરંતુ તેઓ શ્રતના પારગામી હતા અને પ્રભાવશાળી દેશના વડે લોકોના મનનું અજબ આકર્ષણ કરનારા હતા, તેથી શિષ્યને શંકા ઉત્પન્ન થઈ કે “આ સાધુઓ સુવિદિત છે અને આચાર્ય અભવ્ય છે, તેનું પ્રમાણ શું ?” - શ્રી વિજયસેનસૂરિએ પિતાના શિષ્યની આ શંકાનું નિવારણ કરવાને નિર્ણય કર્યો અને તે માટે રુદ્રાચાર્ય તથા તેમના શિષ્યને રાતે લઘુનીતિ (પેશાબ) કરવાના સ્થાન પર ગુપ્ત રીતે અંગાર એટલે નાના નાના કેયલા પથરાવી દીધા