________________
લેગસસૂત્ર દર્શનશુદ્ધિનું સાધન છે.
૫૭. વિવિધ પ્રકારનાં દાને, વિવિધ પ્રકારનાં શીલે, વિવિધ પ્રકારનાં તપ, પ્રભુપૂજા, મહાન તીર્થોની યાત્રા, ઉત્તમ દયા, સુશ્રાવકપણું અને વ્રત પાલન સમ્યકત્વપૂર્વક હોય તો જ મહાફલને આપનારાં થાય છે. અન્યથા નહિ, એ અહીં અધ્યાહારથી સમજી લેવાનું છે. विना सम्यक्त्वरत्नेन, व्रतानि निखिलान्यपि, नश्यन्ति तत्क्षणादेव, ऋते नाथाघथा चमूः। तद्विमुक्तः क्रियायोगः, प्रायःस्वल्पफलपदः, विनानुकूलवातेन, कृषिकर्म यथा भवेत् ॥
સમ્યક્ત્વરત્ન વિના બધાં વ્રતે સેનાપતિ વિનાની સેનાની જેમ તરત નાશ પામે છે. જેમ અનુકૂલ પવન વિના ખેતી ફલદાયક થતી નથી, તેમ સમ્યત્વ વિના બધી કિયાએ પ્રાયઃ અલ્પ ફલ આપનારી થાય છે.”
अतुलगुणनिधानं, सर्वकल्याणबीजं, जननजलधिपोतं, भव्यसत्त्वैकचिह्नम् । दुरिततरुकुठारं, पुण्यतीर्थ प्रधानं, पिबत जितविपक्षं, दर्शनाख्यं सुधाम्बु ॥
હે લકેતમે “દર્શન” નામના અમૃતજલને પીએ, કારણ કે તે અતુલ ગુણનું નિધાન છે, સર્વ કલ્યાણનું બીજ છે, સંસારસાગરને તરી જવાનું વહાણ છે, ભય જીવેનું એક લક્ષણ છે, પાપરૂપી વૃક્ષને છેદવાને