________________
[ પ ] લોગસ્સસૂત્ર દર્શનશુદ્ધિનું સાધન છે.
લેગસસૂત્ર પ્રાચીન છે, પવિત્ર છે અને જિનભક્તિનું દ્યોતક છે, એ આપણે જાણી ગયા. હવે તે દર્શનશુદ્ધિનું એક સબલ સાધન છે, એ પણ જાણી લઈએ, જેથી આપણું અંતરમાં તેને મહિમા બરાબર અંકિત થાય અને તેની આરાધના માટે ઉત્સાહ પ્રકટે. લેગસસૂત્રની આ વિશેષતાઓ જોઈએ તેવા સ્વરૂપે હજી સુધી બહાર આવી નથી, એટલે જ તેની આરાધનામાં ઉદાસીનતા વતે છે. માત્ર શાસ્ત્રીય ઢબનાં લખાણે પરિભાષાની પ્રચુરતાને લીધે આધુનિક વર્ગને સમજાતાં નથી, એટલે તેને સુગમ શૈલિએ સરલ ભાષામાં રજૂ કરવાની જરૂર છે. અમે એ દિશામાં પહેલ કરી છે અને તેનું પરિણામ પ્રશસ્તસુંદર–સારું આવ્યું છે, તેથી પ્રસ્તુત ગ્રંથની રચના પણ એ જ ઢબે કરી છે.
દર્શનશુદ્ધિ એટલે સમ્મદનની શુદ્ધિ. જે કે