________________
૨૬
લેગસ મહાસૂત્ર સમ્યગ્રદર્શનની-સમ્યકત્વની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, તે પણ ભવ્યજીને એક કાલે તે અવશ્ય પ્રાપ્ત થાય છે અને તેમનો ભવનિસ્તાર નિશ્ચિત બને છે. ભવનિસ્તાર એટલે ભવપરંપરામાંથી છૂટવાપણું. મોક્ષનું તે અપરનામ છે. અન્ય શબ્દોમાં કહીએ તે સમ્યગુદર્શન એ એક્ષપ્રાપ્તિ માટેની “પરમીટ” છે. એક વાર તે મળી ગઈ એટલે ભવિષ્યમાં ગમે ત્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થવાની. અભવ્ય જીવે કઈ પણ કાલે મેક્ષ મેળવવાની ચેગ્યતા ધરાવતા નથી, એટલે તેમને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ થતી જ નથી.
સમ્યગ્રદર્શનની પ્રશંસા શામાં સ્થળે સ્થળે થયેલી છે, જેમકે –
सम्यक्त्वरत्नान परं हि रत्नं, सम्यक्त्वमित्रान्न परं हि मित्रं । सम्यक्त्वबन्धोर्न परो हि बन्धुः, सम्यक्त्वलाभान परो हि लाभः॥
સમ્યક્ત્વરનથી કોઈ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યકત્વમિત્રથી કઈ શ્રેષ્ઠ મિત્ર નથી, સમ્યકત્વબંધુથી કેઈ શ્રેષ્ઠ અંધુ નથી અને સમ્યફલાભથી અન્ય કઈ લાભ નથી.”. ___ दानानि शीलानि तपांसि पूजा,
सत्तीर्थयात्रा प्रवरा दया च। मुश्रावकत्वं व्रतपालनं च, . सम्यक्त्वमूलानि महाफलानि ॥