________________
લેગસસૂત્ર દર્શનશુદ્ધિનું સાધન છે.
પ્રશ્ન–ષદ્રવ્ય અને તેના ગુણોનું સ્વરૂપ બરાબર :ન સમજાય તો ?
ઉત્તર–તે ગુરુભગવંતે કે જ્ઞાની પુરુષને પૂછીને . તે જાણી શકાય છે. પણ તે અંગે શંકા-કુશંકા કરવી નહિ. મંછા ભૂત અને શંકા ડાકણ એ તમે જાણે છે ને ? એક વાર શંકા મનમાં પેઠી કે તે મનને ડહોળી નાખે . છે અને અંતરમાં ઉત્પાત મચાવે છે.
પ્રશ્ન–અહીં પદ્રવ્ય અને તેના ગુણોને જ નિર્દેશ કેમ કર્યો છે? શું તે સિવાયની બીજી બાબતમાં શંકા કરવાની છૂટ છે?
ઉત્તર–ષદ્રવ્ય અને તેના ગુણો એ પાયાની વસ્તુ . છે. જો તેમાં શંકા પડે તે બધું જ્ઞાન ડહોળાઈ જાય અને તેના આધારે ખડી થયેલી અધ્યાત્મની આખી ઈમારત તૂટી પડે, તેથી અહીં તેને ખાસ નિર્દેશ કર્યો છે. બાકી . તે “લ ઝિળહું પકવેરૂયં સં સર તે નિર્ટ્સવે-જે જિનેએ પ્રરૂપેલું છે, તે સત્ય છે, નિઃશંક છે., એમ માનીને જ સમ્યકત્વધારીએ ચાલવાનું છે. તાત્પર્ય કે બીજી બાબતમાં, પણ શંકા કરવાની છૂટ નથી.
જે સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી કઈ પણ કારણે એ વિચાર આવે કે “જિનમત કરતાં અન્ય મત ઠીક છે,.. તેને સ્વીકાર કર્યો હોત તે સારું હતું. તે પણ સમ્યકત્વ મલિન થાય છે, કારણ કે આ તે બીજા માટે ગાડી ચડાવી. દેવાની વાત છે. એક વાર સમજી-વિચારીને નિર્ણય કર્યો.